જામનગર શહેરમાં ગત સપ્તાહમાં 6034 સેમ્પલમાંથી 640 વ્યકિતના રિર્પોટ કોરોના પોઝીટીવ નોંધાયા: 644 દર્દીઓને અપાયું ડિસ્ચાર્જ: જામનગર ગ્રામ્યમાં 7105 ટેસ્ટમાંથી 110 વ્યકિતને કોરોનાનું સંક્રમણ થયાનું નોંધાયું: ગ્રામ્યના 100 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી અપાઇ રજા જામનગર તા.28: જામનગરમાં કોરોનાના સંક્રમણમાં સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહની સરખામણીએ ચોથા સપ્તાહમાં આશરે 12 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જામનગરમાં ચાલુ (સપ્ટેમ્બર)માસના ત્રીજા સપ્તાહમાં જામનગર શહેરમાંથી 5980 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 731 દર્દીનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 862 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે 278 દર્દી એકટીવ કેસ હતા. આ સામે સપ્ટેમ્બરનું ગઇકાલે બે પુરૂ થયેલું ચોથુ અઠવાડીયુ કોરોના સંક્રમણની રીતે થોડું હળવું સાબિત થતા આોરગ્ય તંત્રને કોરોનામા ઘટાડો થવાની ફરી એક વખત આશા જાગ છે. જામનગર શહેરની જ વાત કરીએ તો ચોથા સપ્તાહ (તા.21 થી 27) દરમ્યાન શહેરમાંથી 6034 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે શહેરમાંથી ગઇકાલ સુધીમાં કરાયેલા ટેસ્ટની કુલ સંખ્યા 73,852 થઇ હતી. આ સપ્તાહ દરમ્યાન શ