Skip to main content

જામનગર ઉપર પાકિસ્તાને કરેલા બોમ્બમારાની કાલે 55 મી વરસી




પાડોશી દેશ પાકિસ્તાને નાપાક થઈ હવાઇ હુમલો કર્યાને આવતીકાલ 6 સપ્ટેમ્બરના રોજ પ5 વર્ષ થવા જાય છે. તા. 6ના રોજ પ્રથમ હવાઇ હુમલો થયો. ત્યારે જામનગર વાસીઓ લડાઈના  પહેલા અને ભવથી સ્તંબધ્ધિ બની ગયા હતા. સાંજે લોકોની નાશભાગ ચાલુ થઇ ગઇ હતી જે વાહનો મળે તેમા જામનગર બહાર નીકળી જાય, સાંજે 6-0 0 કલાકે રાજકોટ જતી ટ્રેનમાં સંડાસમાં 12 મુસાફરો ખીચોખીચ, ડબામાં સેકડો લોકો, ટ્રેનના છાપરા પર જુવાનીયા ચડીને રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ ભાગી ગયા.  રાત્રે જામનગરમાં ભચંકર સન્નાટો 120ની સ્પીડમાં શાકમાર્કેટથી બેડી ગેઈટ ત્રણ બત્તીથી બેડીબંદર પહેચો તો માણસ જ નહી આડું કુતરૂ પણ ન દેખાઇ તેવી દશા હતી. જામનગરમાં મુઠ્ઠીભર માણસો હતા. જામનગરમાં હાજર તે પૈકી કેટલાંક બુઢા લોકો જેને મરવાનો ભય જ હતો. બાકી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ અને પોલિસ અને ડીફેન્સના માણસો હતા. શાળા કાલેજેમાં કોઇ વિધાર્થી જોવામાં ન મળે.

વેપાર ધંધાબંધ, અમુક સુખીલોકો સવારે દશ વાગ્યેા જામનગર પોતાના વાહનમાં આવી સાંજે 4 વાગ્યા પહેલા જામનગર છોડીજાય જામનગરથી નીકળેલા હીજરતીઓની દુર્દીશા તેમના બહાર ગામના કુટુંબીજનોમાં નિરાશ્રીત જેવી દયામણી સ્થિતિ હતી. જે અસહ્ય હતી. શહેર ઉપર હવાઇ હુમલો કરવા પાકિસ્તાનનું પ્લેન આવે ત્યારે મશીનનો અવાજ અનેએ સાચે હિન્દુસ્તાનના પ્લેનનો અલગ અવાજ નાગરિકો ઓળખી ગયા હતા. તે ક્ષણોમાં ભયંકર બીડ લાગતી હતી. આવ ુદિવસેબને પણ હુમલો કર્યા વગર પ્લેન પાછું જાય એટલે તા. 6,12,18 સપ્ટેમ્બર રાત્રેહવાઇ હુમલા કરવામાં આવેલ હતા.   તે દિવસોમાં જામનગર દેશના છેવાડાના ભાગમાં પરંતુ પાકિસ્તાન સામે નજીક  શહેર હોય સૌરાષ્ટ્ર પટ્ટી પર તેનો ડોળો રહેલ હતો. બચાવના એટલા બધા સાધનો ઉપલબ્ધ ન હોવાથી પાસેના ગામ લાખાબાવળમાં મીઠાના ખટારા હાલવી ચમકતા રોડ બનાવી આર્ટીફીશ્યલ શહેર બનાવવામાં આવેલહતું.

નાની નાની ઝુંપડીઓમાં દિવા પ્રગટાવી જામનગર શહેર ઉભુ કરેલ હતું જેના-પર હવાઈ હુમલા થયા હતા. અને જામનગર શહેર અંકબંધ હતું. જેમાં હું નટુભાઇ જીવતો હતો. તે દિવસોમાં સમાચારની દુનિયામાં રેડીયા બી.સી.નું નામ. બી.બી.સી. ઉપરથી સમાચાર હિન્દીમાં આવે કે જામનગર સોલોસે જલ રહા હે. જામનગર આગમાં ખાખ પરંતુ અહિ તેવું કઈ જ હતું નહિ. જામનગર સલામત હતું પણ રેડિયોપરના આ સમાચાર જાણી બહાર ગામના કુટુંબીજનો દુ:ખી થતાં, પૃચ્છાહ કરતા ત્યારે ખબર પડતી કે આવું કઇ જામનગરમાં નથી. શહેર ઉપર પ્લેનનો ઘરઘરાટ થાય ત્યારે હાજર લોકો સંડાસ-બાથરૂમ તરફ દોડી જાય ! પ્લેન જામનગર બહાર નિકળીયાનો અહેસાસ થાય, તેવો પણ બીકણ લોકો જામનગરમાં હતા. મનોદશા એટલી ખરાબહતી કે મુઠ્ઠીભર કહેવાતા જામનગરમાં રોકાયેલા, માણસો ધન મકકમ રાખી જાનમાલને નુકશાની ન થાય.

તેમ માની રોકાયેલ પણ તે ડરતા હતા અને તેની પાછળથી થતી ચર્ચાઓ મનોરંજક હતી. એક જાણીતા વકીલ શહેર મધ્યે રહે. તેનું મગજ ચસકી ગયું હતું. તે રાત- દિવસ એમ જ બોલતા હતા કે એ આવ્યું, એ આવ્યું (પ્લેન) બસ બીજું કોઇ નહી. આજ શખ્દનો બબડાટ ર4 કલાકડ કરતા હતા. તળાવની પાળે દુ:ખભંજનના મંદિરથી બાપુના બાવલા અને બાલા હનુમાન સુધીમાં હવાઇ હુમલાથી બચવા નાગરિકો માટે" બંકર (એલ. આકારની ઉડી 6 ફુટ ખાઈ) બનાવવામાં આવી હતી. આવી અનેક ઉડી ખાઈમાં હવાઇ હુમલા વખતે છુપાઈ જાવ તો બચાવ થાય. કેટલાક લોકોએ તેમા રાતવાસો કર્યા પણ સવારે એ ખાઈઓ સંડાસ-પેશાબથી ગંધાતી હતી. તે અમે  નજરે જોયું છે. પણ જીવનો બચાવ થાય પણ શારિરીક દુર્દશા, માનસિક દુર્દશા ખરી. જે એક રમજુ અને દુ:ખદ બાબત હતી.

અને એ તા.12 સપ્ટેમ્બર રાત્રે કચેરીની રક્ષા માટે અમે ત્રણ જણા દરબારગઢ ચક્કરમાં તાલુકા પંચાયત જામનગરની કચેરીમાં રોન ભરતા હતા. પ્લેન આવ્યું અને હવાઇ હુમલામાં બોમ્બ ફેકાયાનો અવાજ આવતા મોટી મોટી ગુંલબાંગો ફેકી રાત પસાર કરતા અમારા વડીલ કાકા એવા તો ભાગ્ય કે વંડાફળી ઘરે પહોચ્યા ત્યારે એમનું ધોતીયું ઝાડા પેશાબથી ભરેલું હતુ જે સવારે દસ વાગ્યે ઉઠયા ત્યારે સાફ કર્યુ હતું. તેને સાંત્વના આપવા પાછળ પટાવાળાને દોડાવ્યો હતો અને હૂં એકલો એ રાત્રીના દરબારગઢની સામેની ક્ચેરીના પરથાળમાં હતો. કચેરીની રક્ષા કાજે લોકોમાં હિંમત દાખવવા ડીફેન્સ,પોલીસ અને સરકારી/કર્મચારીઓનો જુસ્સો કોઈ કમ ન હતો. રેડીયો પર પ્રસારણમાં પણ આવી જ વાતો હતી. સામાન્ય માણસ ધરાવતા લોકોમાં ગભરાટ હતો બાકી બધા એલર્ટ હતા સેનાના જવાનોમાં જુસ્સો કઈક ઓર હતો. 

બે પાઈલાટ અધિકારી પઠાણીયા અને ચક્લાસાએ પાકિસ્તાન પ્લેનને ભાંગીને ભુક્કો કરવામાં અદમ્ય ફરજ બજવી હતી. જેનું જાહેર સન્માન ચાંદી બજારની પાસે ગાંધીજીના પુતળા સામે તે વખતના સામાજીક કાર્યકર રામભાઈ માડમે (હાલના સાંસસદ પુનમબેન માડમનમ દાદા) એ કર્યું હતું. આ કાર્યક્રમ માંસી,એલ.મહેતા હાજર હતા. તેમણે ચચા દર્રમ્યાન આ મુદ્દો નોધનીય છે. તેમજ ણાવ્યું હતું એક મોમીન અપરણિત પાઈલોટ જેને જામનગરથી છેલી ઉડયાન ભરી હતી પરિવારજનો અને સાથી કર્મચારીઓને જીવ્યા મર્યાના છેલ્લા જુહાર કરી દેશ-કાજે ફના થવા ઉપડયો હતો. એ  સમયે પાકિસ્તાનનું બદ્દિન એરમથક ભયંકર અને વખણાત્તું હતું દારૂગોળાથી ભરેલ આ અંડરગ્રાઉન્ડ એરપોટેમાં એ નરબંકો પ્લેન લઈ ઉડી અને આ એરપોટ અને આ દારૂગોળો સાફ કરી નાંખ્યો તે દિથી પાકિસ્તાન ચૂપ થઇ ગયું હતું. સલામ આવાસો સો જવાનો જેની કહાની લખત ક્લમ પણ થાકે નહી જય જવાન, તે દિવસોમાં દેશદ્રોહી ગદ્દારો પણ હતા. એક પાકિસ્તાની હિન્દુ બની હિન્દુ સ્રી સાથે લગ્ન કરી જામનગરમાં રહેતો હતો જે કોઈ બનાવ બને તે વાત વાયરલેશથી પાકિસ્તાન પહોંચતી હતી. વાયરલેશ સેટર્થી એ નાગેશ્ર્વર એરીયામાં ખાનગી અને સ્વંતત્ર રૂમમાં ભગવાનની મોટી છબી પાછળ સંપર્ક કરે. જેની પરિવારજનોને પણ ખબર ન હતી અને ટી વાયરેલેશ ટીમ એન્ટી જામનગરની જાંબાઝ પોલીસે તે ષડયંત્રને પકડી પાડયું હતું. આમ તેમજ  જામનગરના બચાવમાં અધિકારીઓનો ફાળો પણ અનન્ય હતો.

55 વર્ષ પહેલાની કડવી મીઠી સ્મૃતિઓ ભેગી કરી લખવા બેસીએતો પુસ્તક ભરાય તેટલી યાદો છે. પણ ઉપર છેલ્લી અને અગત્યની જાણકારી માટે આટલુ ઘણું છે. 1965માં જે માનસિકતા હતી. તેના અનુભવો પછી 1971ની પાકિસ્તાન સાથેની લડાઇમાં જામનગર માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ થયેલ હતું. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.