જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા કોરોનાગ્રસ્ત થાય બાદ પૂણેની લેબમાંથી ડેલ્ટા પ્લસનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું જામનગર તા.29 જામનગર સહિત દેશભારમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવ્યા બાદ હવે જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિયયન્ટ દેખા દેતા આરોગ્ય વિભાગમાં દોડધામ અને શહેરીજનોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધાનો કોરોના બાદ ડેલ્ટા પ્લસ નામના રોગનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વિગત મુજબ જામનગરમાં સોંરાષ્ટ્રના પ્રથમ કહી શકાય તેવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ પોઝીટીવ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા મંદિર નજીક રહેતા 60 વર્ષીય વૃદ્ધાનો 28 મેં ના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેને પગલે વૃદ્ધ મહિલાને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કોરોના બાદ ડેલ્ટા પ્લસ વાયરસના ભયને લઈને રિપોર્ટ કરવી ચકાસણી માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા.તેવામાં સારવાર બાદ વૃદ્ધા સંપૂર્ણ સ્વસ્થ થતા તેઓને 2 જૂનના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ