Skip to main content

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં આગજનીની ઘટના અંગેની મોકડ્રીલ યોજાઇ

વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલી મોકડ્રીલને નિર્ધારિત 10 મિનિટમાં જ પૂર્ણ કરી લેવાઇ: સમગ્ર મોકડ્રીલ દરમિયાન મ્યુનિ.કમિશનર, અધિક કલેકટર, ડીન સહિતના તમામ અધિકારીઓ હાજર રહ્યા



જામનગર તા.6

તાજેતરમાં જ ભરૂચ ની કોવિડ હોસ્પિટલમાં થયેલી આગજનીની ઘટના પછી ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ફાયર પ્રણાલીને ચકાસવા માટેની સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે  મહાનગરપાલિકાના કમિશનર અને અધિક કલેકટર તેમજ જી.જી. હોસ્પિટલના ડીન સહિતની હાજરીમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી અને ફાયરના તંત્ર તેમજ સિક્યુરીટી વિભાગ વગેરે દ્વારા દસ મિનિટમાં સફળતાપૂર્વક સંપન્ન કરી લેવામાં આવી હતી.

 જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પ્રથમ માળે શોર્ટસર્કિટના કારણે આગ લાગી છે, અને બંને સ્થળે બે- બે દર્દીઓ ફસાયા છે. તેવી માહિતી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને મળતાં ફાયરના 12 જેટલા જવાનોનો કાફલો બે ફાયર ફાઇટરો તેમજ એક એમ્બ્યુલન્સ સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.

 સૌપ્રથમ ફાયર ટેન્ડર વડે કોવિડ બિલ્ડીંગ પરિસરમાં બહારના ભાગે લાગેલી આગના સ્થળે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, ત્યારબાર ગ્રાઉન્ડ ફ્લોરના સાત બેડ સાથેના વોર્ડમાં પ્રવેશ કરી ત્યાં બે દર્દીઓને તાત્કાલીક અસરથી રેસ્કયુ કરી લેવાયા હતા.

 જ્યારે કોવિડ બિલ્ડિંગમાં પ્રથમ માળે બે દર્દીઓ કે જેઓને  સાઈડના ભાગમાંથી સીડી ગોઠવીને રેસ્કયુ કરી નીચે ઉતારી લેવાયા હતા. જે સમગ્ર કામગીરી 10 મિનિટમાં પૂર્ણ કરી લેવાઈ હતી.

 આ મોકડ્રીલ સમયે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા, ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી, ડીન ડો. નદીની દેસાઈ, કોવિડ બિલ્ડિંગના ઇન્ચાર્જ ડો. તિવારી વગેરે હાજર રહ્યા હતા. જે તમામની ઉપસ્થિતિમાં સમગ્ર કામગિરી સમયસર સંપન્ન કરી લેવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.