Skip to main content

આર.એસ.પી.એલ.ધડી કંપની દ્વારા ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં વિશાળ ઓકિસજન ટેન્ક આપવામાં આવી....

સરકારી હોસ્પિટલમાં વિશાળ ઓક્સિજન ટેન્ક કાર્યરત થતાં જિલ્લા ના કોરોના દર્દીઓ માટે રાહત..

સમગ્ર દેશભર માં કોરોના મહામારી ને કારણે હાહાકાર મચી  રહ્યો છે ત્યારે દેશભર માં ગંભીર સ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે સેવા એજ પરમ ધર્મ ના સૂત્ર ને સાર્થક કરતુ કાર્ય દ્વારકા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની દ્વારા CSR એક્ટીવિટી અંતર્ગત ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના દર્દીઓ માટે 50 લાખ રૂપિયા ના ખર્ચ નું ઓક્સિજન લિકવીડ નું 10 KL ની કેપેસિટી નું વિશાળ ટેન્ક તથા વેપોરાઇઝર સિસ્ટમ અર્પણ કરવામા આવી છે.આ ઓક્સિજન ટેન્ક સેટ અપ થયા બાદ ભવિષ્ય માં હવે ખંભાળિયા હોસ્પિટલ આવતા covid ના દર્દીઓ ને કોઈ પણ મુશ્કેલી નો સામનો કરવો નઇ પડે.ખંભાળિયા હોસ્પિટલ ખાતે હાલ 110 ઓકસીજન બેડ અને વેન્ટિલેટર પર COVID ના દર્દીઓ ની સારવાર થાય છે ત્યારે દ્વારકા ના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ ઘડી કંપની આ સેવા બાદ ઓક્સિજન ની જરૂરિયાત વારા COVID દર્દીઓ ને ખંભાળિયા માં જ સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થા શક્ય બનશે તથા દર્દીઓ ને જામનગર - રાજકોટ સારવાર માટે ધક્કો નઈ થાય અને ખંભાળિયા જ સારવાર મળી રહેશે.


આથી એમ કહી શકાય કે આર.એસ.પી.એલ. કંપની માં સહયોગ થી આશરે રૂપિયા અડધા કરોડ જેટલા ખર્ચે હોસ્પિટલમાં વિશાળ ઓક્સિજન ટેન્કના નિર્માણથી ઓક્સિજનના અભાવે દર્દીઓને થતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.