Skip to main content

જામનગરમાં પાંચ સ્થળોએ વેક્સિનેશન કેમ્પ યોજાયા




જામનગર તા.13: હાલ કોરોના મહામારી સામે રસીકરણ નામક હથિયાર દ્વારા લડત આપવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને રસીકરણ ઉત્સવ ઊજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો,જેને વધાવતા જામનગરના નાગરિકો વિવિધ સેવા કેમ્પો દ્વારા આયોજિત વેક્સિનેશન કેમ્પમાં રસી લઇ રસીકરણ ઉત્સવના ભાગીદાર બની રહ્યા છે.

જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરવાસીઓને આ રસીકરણ ઉત્સવમાં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કરવામાં આવેલ હતો.  જેને અનુસંધાને જામનગરની સેવા સંસ્થાઓ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે. જામનગર ખાતે હાલ વિવિધ કેમ્પ અને મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત રસીકરણ સ્થળો પરથી રોજ 4000 જેટલા લોકો રસી લઇ રહ્યા છે.જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના 265 રસીકરણ સ્થળો પરથી રોજ 7000થી વધુ લોકો રસી  લઇ પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

જામનગર ખાતે મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં માટેલ ચોક, ગઢવી સમાજની વાડી, રામેશ્વર શિવ મંદિર, શ્રી પંચાણભાઈ શામજીભાઈ પટેલ સેવા સમાજ, ખોડીયાર કોલોની ગુંજન વિદ્યાલય અને વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે રસીકરણ કેમ્પ યોજાયા હતા, આ કેમ્પનો આશરે 500થી વધુ લોકોએ લાભ લીધો હતો. મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.

આ રસીકરણ અભિયાનમાં ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, દશરથબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, રજનીશભાઈ ભટ્ટ, કિશનભાઇ  માડમ તેમજ રામેશ્વર શિવ મંદિર સમિતિ, ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની જામનગર તાલુકા અભ્યુદય મંડળ, સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગઢવી સમાજ, પટેલ સમાજ અને પ્રજાપતિ યુવક મંડળ વગેરે સેવા સંસ્થાના સભ્યો, અન્ય મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...