Skip to main content

જિલ્લામાં કોરોના ના કેસ નો નવો રેકોર્ડ: કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૩૦૦ ને પાર: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧૨ કેસ નોંધાયા

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ મા મૃત્યુની હારમાળા: છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૪૩ દર્દીઓના મૃત્યુ થી વધુ ભયાનક સ્થિતી: જામનગર શહેરના કોરોના ના દર્દીઓ નો આંકડો બસ્સો ની નજીક: ૧૮૯ કેસ નોંધાયા: ગ્રામ્યના ૧૨૩ સહિત કુલ ૩૧૨  કેસ નોંધાયા: છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં ૨,૮૪૨ જ્યારે ગ્રામ્યમાં ૭૫૬ સહીત જિલ્લામાં ૩,૫૯૮ કોવિડ ટેસ્ટ કરાયા



જામનગર તા ૧૧, જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૭ દિવસ થી સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ માં પણ જબરો ઉછાળો આવ્યો છે, અને દિન પ્રતિદિન કેસ નો આંકડો વધતો જાય છે. ઉપરાંત મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે.અને કોરોનાની સારવાર દરમિયાન દર ૩૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા છે. છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન સરકારી જી.જી હોસ્પિટલ માં વધુ ૪૩ દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ નિપજયા છે.જેથી સમગ્ર જિલ્લામાં કોરોનાનું બિહામણું રૂપ જોવા મળ્યું છે. ઉપરાંત કોરોના ના કેસોમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કેસનો આંકડો ૩૦૦ ને પાર થયો છે, અને જામનગર જિલ્લાના અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડબ્રેક ૩૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલું જ માત્ર નહીં જામનગર શહેરમાં કોરોનાનાં કેસ આંકડો ૨૦૦ ની નજીક પહોંચ્યો છે, અને શહેરના ૧૮૯ તેમજ ગ્રામ્ય માં પણ સદી વટાવી ને ૧૨૩ પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે.

 જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના વધુ ૩૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જામનગર શહેરના ૭૯ જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૮૦ દર્દીઓ સહિત કુલ ૧૫૯ દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, જામનગર શહેરમાં ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન ૨,૮૪૨ લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૭૫૬ સહિત સમગ્ર જિલ્લામાં ૩,૫૯૮ લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે.

જામનગર જિલ્લામાં  ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ ૪૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૧,૩૦૭ નો થયો છે. 

સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૮૯

 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૯,૪૦૪ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૧૨૩ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૩,૫૦૫ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં ૧૩,૦૩૯ લોકો કોરોના સંક્રમિત થયા છે.

 ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૭૯ અને ગ્રામ્યના ૮૦ મળી ૧૫૯ દર્દીઓને રજા આપવામાં આવી છે.

 જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધવાના કારણે વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં આવી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...