Skip to main content

જામનગરમાં 24 કલાકમાં કોરોનાના 302 કેસ: 194 ડિસ્ચાર્જ

જામનગર શહેરમાં 3170 લોકોના ટેસ્ટમાંથી 187 અને ગ્રામ્ય વિસ્તારમાં 2567 લોકોના ટેસ્ટમાંથી 115 વ્યક્તિ કોરોના સંક્રમિત નોંધાઇ



જામનગર તા.14

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારને ધમરોળવાનું સતત ચાલુ રાખ્યું હોય તેમ કોરોનાના કેસની સંખ્યા ગઇકાલે પણ ત્રેવડી સદી નોંધાઇ હતી. ગઇકાલે પણ કોરોનાના 302 કેસ નોંધાયા હતાં. જ્યારે 194 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. 

જામનગરમાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટી-20 મેચની માફક પ્રસરી રહ્યો છે. જામનગર શહેરની વાત કરીએ તો ગઇકાલે 3170 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટીંગ વધવાની સાથે કોરોનાએ પણ તેનો કલર બતાવ્યો હતો અને ગઇકાલે પોઝીટીવ કેસનો આંક બેવડી સદી નજીક 187 થયો હતો. આટલી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ જાહેર થવાની બીજી તરફ ગઇકાલે જામનગર શહેરના માત્ર 77 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલ સુધીમાં જામનગર શહેરમાં 2,75,568 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે.

જામનગર ગ્રામ્યમાં ગઇકાલે સર્જાયેલી સ્થિતિને પગલે આરોગ્ય તંત્રમાં તેમજ ગ્રામ્ય પ્રજામાં પણ કોરોનાના કહેર સામે ભયની લાગણી ઉભી થઇ છે. ગઇકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં 2567 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હોવા છતાં આ પૈકી 115 દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ સામે ગ્રામ્ય વિસ્તારના 117 દર્દીઓ ગઇકાલે સ્વસ્થ બનીને ડિસ્ચાર્જ મેળવી શક્યા હતાં.

આમ ગઇકાલે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 5737 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી ગઇકાલે કુલ 302 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે કોરોનાગ્રસ્ત 194 દર્દી  ગઇકાલે સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ થયા હતાં.

જામનગર શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,95,108 ટેસ્ટ થયા છે. જેમાં જામનગર શહેરમાં 2,75,568અને જામનગર ગ્રામ્યમાં 2,19,450 ટેસ્ટનો સમાવેશ થાય છે. ગઇકાલ સુધીમાં જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 13600 થી વધુ પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યાં છે અને 1450 થી વધુ લોકોના કોવિડ હોસ્પિટલમાં મૃત્યું થઇ ચુક્યાં છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...