ગઇકાલે બે ડોક્ટરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ અન્ય બે ડોક્ટરના રિપોર્ટ આજે સવારે પોઝીટીવ જાહેર થયા: કુલ ચાર ડોક્ટરોને અમદાવાદમાં જ અપાતી સારવાર
જામનગર તા.7
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાંથી કુલ 24 જેટલા ડોક્ટર અને રેસીડેન્ટ ડોક્ટરને ડેપ્યુટેશન ઉપર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ ઉપર મોકલવામાં આવ્યા બાદ ત્યાં કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન તબિયતમાં થોડી ગડબડ જણાતા પાંચ તબીબોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ પાંચ પૈકી બે તબીબનો રિપોર્ટ ગઇકાલે સવારે કોરોના પોઝીટીવ આવ્યા બાદ અન્ય ત્રણ તબીબોમાંથી પણ વધુ બે તબીબોના રિપોર્ટ ગઇરાત્રે પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આમ જામનગરથી ગયેલા તબીબોમાંથી ચાર તબીબોને કોરોના પોઝીટીવ આવતા સારવાર અપાઇ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગ અને એનેસ્થેશિયા વિભાગમાં ફરજ બજાવતા 24 તબીબી છાત્રો કે જેઓ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. તેઓને એક સપ્તાહ પહેલાં આરોગ્ય કમિશનરના આદેશથી જામનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન ઉપર મોકલવામાં આવ્યા હતાં. ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ધરાવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહેલાં જામનગરના તબીબી સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ શરૂ થતાં તબીબી આલમ ઉપરાંત તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે.
અમદાવાદ ફરજ બજાવવા ગયેલા તબીબોમાંથી અમુકને કોરોના પોઝીટીવ હોવાની માહિતી મળતા આ અંગે જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ડીન ડો.નંદિનીબેન દેસાઇએ જણાવ્યું હતું કે, જામનગરથી ગયેલાં કુલ 24 તબીબોની ટીમ પૈકી પાંચ ડોક્ટરોને સામાન્ય હોવાનો અહેસાસ ન થતાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ પૈકી ડો.જીલ પટેલ અને ડો.કેતન મકવાણાનો રિપોર્ટ ગઇકાલે સવારે જ પોઝીટીવ જાહેર થયો હતો. આ પછી તેમની ટીમમાં રહેલાં અન્ય ત્રણ ડોક્ટરો કીંજલ નારિયા, ડો.પ્રિયંક બત્રા અને ડો.રાજૂ હુણનો રિપોર્ટ આવવાનો બાકી હતો. આ પછી ગઇરાત્રે આવેલા વધુ બે તબીબના રિપોર્ટ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું છે. જેમાં ડો.પ્રિયંક બત્રા અને ડો.કિંજલ નારિયાને પોઝીટીવ દર્દી તરીકે ટ્રીટ કરાઇ રહ્યાં છે. જ્યારે ડો.રાજુ હૂણનો ફરીથી કરાયેલ રિપોર્ટ હજુ જાહેર થયો નથી.
વધુમાં મળતી વિગત અનુસાર જામનગરના ઉપરોક્ત પાંચેય તબીબોને સરકારની ગાઇડલાઇન મુજબની સુવિધા અને તકેદારી હેઠળ અમદાવાદની એક હોટેલ કે જે ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે સરકારે રિક્વીઝેટ કરેલ છે ત્યાં રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિએ જામનગરથી ગયેલા તબીબોમાંથી ચારને કોરોના પોઝીટીવ હોવાનું ડો.નંદિની દેસાઇએ સમર્થન આપ્યું હતું.

Comments
Post a Comment