આવશ્યક ચીજ વસ્તુઓ મેડીકલ- દૂધ-શાકભાજી અને અનાજ કરિયાણા સિવાય ના તમામ વેપાર-ધંધા બંધ
જામનગર તા ૮ જામનગર શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં એકીસાથે ૧૪ જેટલા પોઝિટિવ કેસ આવવાથી અને એક દર્દીનું મૃત્યુ નીપજ્યાનાં અહેવાલ પછી જામનગરના જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેર
નામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. અને સમગ્ર જિલ્લામાં મેડીકલ સ્ટોર, ફાર્મસી, અને વેટરનરી હોસ્પિટલ ઉપરાંત દૂધની ડેરી ઉપરાંત અનાજ કરીયાણા, શાકભાજી સિવાયની તમામ અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેકટર દ્વારા આજે નવા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મા તા. ૯.૫.૨૦૨૦ થી ૧૭.૫. ૨૦૨૦ સુધીમાં જામનગર શહેરમાં મેડિકલ સ્ટોર, ફાર્મસી, આયુ સ્ટોર, આરોગ્ય વિષયક સેવાઓ, વેટરનરી હોસ્પિટલ અને તેના અનૂસંગિક સ્ટોર વગેરે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે.
આ ઉપરાંત દૂધની ડેરીઓ તથા દૂધનું વિતરણ કરતા વિક્રેતાઓ, ફેરિયાઓ વગેરે સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી ત્રણ કલાક અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી દૂધનું વેચાણ કરી શકશે.
આ ઉપરાંત શાકભાજી ફળફળાદી ની લારીઓ દુકાનો તેમજ અનાજ કરીયાણાની દુકાનો વગેરે માટે નો સમય સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત અનાજ કરિયાણાના હોલસેલ વેપારીઓ તેમજ છૂટક વિક્રેતાઓ ગ્રેઇન માર્કેટ સહિતનો વિસ્તાર વગેરેના વેચાણ માટેનો સમય બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી માત્ર બે કલાકનો જ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરીને માત્ર ઉપરોક્ત દર્શાવેલી આવશ્યક ચીજવસ્તુઓ તેના નિર્ધારિત કરેલા સમય દરમિયાન વેચાણ કરી શકાશે. બાકીની અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરાયો છે. પરંતુ જામનગર શહેર અને આસપાસના વિસ્તારના કેટલાક ઔદ્યોગિક એકમો કેજે કન્ટેઇન્ટમેન્ટ એરિયાની બહાર આવે છે તેવા ઉદ્યોગોને વહીવટી તંત્ર દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવી છે તે ઉદ્યોગો ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે જીઆઇડીસી
-૧ અને હાપા ઈન્ડસ્ટ્રીઝ એરિયા ને બંધ રાખવાનો હુકમ કરાયો છે.
જામનગર તા ૮ જામનગર શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં એકીસાથે ૧૪ જેટલા પોઝિટિવ કેસ આવવાથી અને એક દર્દીનું મૃત્યુ નીપજ્યાનાં અહેવાલ પછી જામનગરના જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેર
જામનગર જિલ્લા કલેકટર દ્વારા આજે નવા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મા તા. ૯.૫.૨૦૨૦ થી ૧૭.૫. ૨૦૨૦ સુધીમાં જામનગર શહેરમાં મેડિકલ સ્ટોર, ફાર્મસી, આયુ સ્ટોર, આરોગ્ય વિષયક સેવાઓ, વેટરનરી હોસ્પિટલ અને તેના અનૂસંગિક સ્ટોર વગેરે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે.
આ ઉપરાંત દૂધની ડેરીઓ તથા દૂધનું વિતરણ કરતા વિક્રેતાઓ, ફેરિયાઓ વગેરે સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી ત્રણ કલાક અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી દૂધનું વેચાણ કરી શકશે.
આ ઉપરાંત શાકભાજી ફળફળાદી ની લારીઓ દુકાનો તેમજ અનાજ કરીયાણાની દુકાનો વગેરે માટે નો સમય સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત અનાજ કરિયાણાના હોલસેલ વેપારીઓ તેમજ છૂટક વિક્રેતાઓ ગ્રેઇન માર્કેટ સહિતનો વિસ્તાર વગેરેના વેચાણ માટેનો સમય બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી માત્ર બે કલાકનો જ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરીને માત્ર ઉપરોક્ત દર્શાવેલી આવશ્યક ચીજવસ્તુઓ તેના નિર્ધારિત કરેલા સમય દરમિયાન વેચાણ કરી શકાશે. બાકીની અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરાયો છે. પરંતુ જામનગર શહેર અને આસપાસના વિસ્તારના કેટલાક ઔદ્યોગિક એકમો કેજે કન્ટેઇન્ટમેન્ટ એરિયાની બહાર આવે છે તેવા ઉદ્યોગોને વહીવટી તંત્ર દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવી છે તે ઉદ્યોગો ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે જીઆઇડીસી
-૧ અને હાપા ઈન્ડસ્ટ્રીઝ એરિયા ને બંધ રાખવાનો હુકમ કરાયો છે.
Comments
Post a Comment