Skip to main content

જામનગરમાં કોઈ કન્ટેન્મેન્ટ ઝોન નહીં :કલેક્ટર રવિશંકર

જામનગરના લોકો ગભરાઈ નહિ, જામનગરમાં કોઈ વિસ્તાર કવોરેન્ટાઈન નહીં

જામનગર તા. ૦૪ મે, આજરોજ જામનગર ખાતે ૩ પોઝિટિવ કેસ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો ત્યારે કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું છે કે, જામનગરના લોકો ગભરાય નહીં જામનગરમાં આજે ત્રણ પોઝિટિવ કેસ આવેલ છે, તેઓ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી ઈકો ગાડીમાં જામનગર આવી રહ્યા હતા.જેમાં ગઇકાલે ૩ તારીખના રોજ સવારે તેમને ધ્રોલ ખાતે ચેક કરાતા, ત્યાંથી તેમને સીધા સમરસ હોસ્ટેલમાં લઇ જવાયા હતા, આ પરિવારને જામનગરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી અને કોઈ પણ વ્યક્તિ તેમના સંપર્કમાં આવેલ નથી. તેમને સમરસ હોસ્ટેલમાં જ રાખવામાં આવ્યા હતા જ્યાં તેમના સેમ્પલ લેવાતા આજે તેઓના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પરંતુ ત્રણે પોઝિટિવ કેસ જામનગર જિલ્લામાં પ્રવેશ્યા નથી તેથી તેમનો પ્રાઇમરી કોન્ટેક્ટ અને કવોરેન્ટાઈન તેમજ કન્ટેન્મેન્ટ વિસ્તાર અમદાવાદમાં જ બનશે. જામનગર જિલ્લામાં કોઈ કન્ટેન્મેન્ટ ઝોન નથી તેમ જ કવોરેન્ટાઈન વિસ્તાર પણ બનાવાયો નથી. જામનગરના લોકો ગભરાઇ નહીં તેમ કહી કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, આરોગ્યની અને પોલીસની ટીમ દ્વારા જામનગરના લોકોને સુરક્ષિત રાખવા સતત ખડે પગે રહી કામગીરી કરવામાં આવી રહી છે. કદાચ લોકોને થોડી  તકલીફ પડતી હશે, થોડી કડકાઈ પણ વર્તાતી હશે જે બદલ દરગુજર કરશો પરંતુ જામનગરમાં એક પણ પોઝિટિવ કેસ  ન આવે અને લોકો સુરક્ષિત રહે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.
વળી આજરોજ જામનગરમાં ૨૨૦૦ ઉદ્યોગો ચાલુ થયા છે જેમાં આશરે ૨૫,૦૦૦ જેટલા શ્રમિકોએ પણ આજથી કામ  શરૂ કર્યું છે, ત્યારે કામ શરૂ થતા શ્રમિકો વતન જવાની ઉતાવળ ન કરે. આમ છતાં તંત્ર પાસે ૩૦૦૦ જેટલા લોકોની ઉત્તર પ્રદેશ અને બિહાર પોતાના વતન જવા માટેની અરજીઓ આવી છે, જે લોકોએ વતન જવા માટે અરજી કરેલ છે તેઓની અરજીમાંથી તેમના એડ્રેસ અને નંબરની ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ પરપ્રાંતીઓ માટે તંત્ર દ્વારા વતન જવા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ આ દરમિયાનમાં પરપ્રાંતીઓ ઉશ્કેરાટ ન અનુભવે તંત્ર દ્વારા લોકોને પોતાના વતન મોકલવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે આથી આ દરમિયાનમાં લોકો ઘરમાં રહી સુરક્ષિત રહે.
જામનગરમાંથી હાલ સુધીમાં મધ્યપ્રદેશ જવા માટે ૨૮૪ બસો પરપ્રાંતીઓને તેમના રાજ્યમાં પહોંચાડવા માટે ઉપડી ચૂકી છે જેઓ શાંતિપૂર્ણ રીતે ત્યાં પહોંચી પણ ગયા છે. તદુપરાંત લિસ્ટ તૈયાર થતા લોકોને પોતાના વતન જવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. તો લોકો શાંતિપૂર્ણ રીતે ઘરમાં રહી હાલ થોડો સમય માત્ર રાહ જુએ તેમ  કલેકટરએ અનુરોધ કર્યો હતો.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...