Skip to main content

કોરોના વોરિયર્સના બાળકના જન્મદિવસની પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી





જામનગર તા.7
દેશભરમાં કોરોનાની મહામારીએ માજા મુકી છે. આ મહામારી સામે હાલ તંત્ર લડવૈયાની ભૂમિકામાં છે. કોરોના સામેના જંગમાં અનેક વોરિયર્સ દ્વારા પોતાના સમયનું બલિદાન આપવામાં આવી રહ્યું છે. જામનગરનું આવું જ એક દંપતિ ફરજ પરસ્તીમાં જામનગર બહાર છે. પોતાના પુત્રનો પ્રથમ જન્મદિવસ ઉજવવા પણ આ વોરિયર્સને સમય સંજોગે સમય ન મળ્યો. પોલીસે આ વોરિયર્સની ફરજ પરસ્તીને બિરદાવી, ઘરે પહોંચી, બાળકના નાના-નાની સાથે જન્મદિવસની ઉજવણી કરી દંપતિની ફરજ નિષ્ઠાને બિરદાવી છે.
જ્યારથી દેશમાં કોરોના સંક્રમણનો ખતરો ઉભો થયો છે ત્યારથી દેશમાં લોકડાઉન અમલમાં આવ્યું છે. વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કોરોનાને માત આપવા માટે લડાઇ ચલાવવામાં આવી રહી છે. આપણા રાજ્યમાં ઠેર-ઠેર કોરોના વોરિયર્સ પોતાની ફરજ અદા કરી રહ્યાં છે. અનેક વોરિયર્સ પોતાના પરિવારથી દૂર રહી આવી પડેલી આફત સામે લડાઇ લડી રહ્યાં છે. ત્યારે જામનગરમાં આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલ દંપતિ હાલ વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યું છે. પોતાના એક વર્ષના માસુમ પુત્રને પરિવારને સોંપી બાળકના પિતા પડઘરી ખાતે તો મમ્મી ભૂજની અદાણી હોસ્પિટલમાં સેવા આપી રહી છે. હાલ જામનગરમાં નાના-નાની આ બાળકમાં બાળપણના સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. આજે આ માસુમનો બાળકનો પ્રથમ જન્મદિવસ હોવા છતાં પણ માતા-પિતા હાજર રહી શક્યાં  ન હતાં પરંતુ આ બાબતે પોલીસને જાણ થતાં તેઓએ જન્મદિવસ ઉજવણીનું બીડુ ઝડપી લીધું.
બાળકના માતા-પિતા હાલ વોરિયર્સની ભૂમિકામાં છે. પોતાના માસુમ પુત્રનો આજે પ્રથમ જન્મદિવસ હોવા છતાં પણ દંપતિ પોતાની ફરજ પરસ્તીમાં વ્યસ્ત છે. આ બાબતની જામનગર પોલીસને જાણ થતાં એ માસુમનો જન્મદિવસ ઉજવવા ઘર સુધી પહોંચ્યાં હતાં. આઇપીએસ સાફીન હસન અને એલસીબી, એસઓજીની ટીમ ઘરે પહોંચી કેક કાપી બાળકના જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે સાથે પોલીસ દ્વારા કોરોના વોરિયર્સની ભૂમિકામાં રહેલાં માતા-પિતાની પણ પ્રશંસા કરી હતી, તો બીજી તરફ નાના-નાનીએ પણ પોતાની આ ફરજ હોવાનો ભાવ દર્શાવ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.