Skip to main content

જામનગરમાં દારૂના વ્યસની એવા પુત્રએ વૃધ્ધ પિતાની કરપીણ હત્યા નિપજાવી

કામધંધો કરવા બાબતે અવાર-નવાર બોલાચાલી થતી હતી : ગત રાત્રે પુત્રએ ઝઘડો કરી પિતાનું ઢીમ ઢાળી દીધું 
જામનગર તા.


જામનગરમાં ગઇકાલે મોડી રાત્રે ગુલાબનગર વિસ્તારમાં કપાતર પુત્રના હાથે પિતાની કરપીણ હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કંઇ કામ ધંધો ન કરતા પુત્રને પિતાએ ધંધો કહેવાનું કહેતાં ઝઘડો કરી છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નિપજાવી હોવાની આરોપીની માતાએ જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દારૂ પીવાના વ્યસની એવા પુત્રએ પિતાની હત્યા નિપજાવી ઘર છોડી દીધું હોવાની વિગતો સામે આવી છે.
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં યોગેશ્ર્વરનગર શેરી નં. 2 માં રહેતા દ્વારકાદાસ કાનદાસ ગોંડલીયા (ઉ.વ.60) નામના વૃદ્ધ પર તેમના જ કપાતર પુત્ર દિપક ઉર્ફે મુન્નીયો દ્વારકાદાસ ગોંડલીયાએ છરી વડે હુમલો કરી છરીનો એક ઘા છાતીના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પરિવારના સભ્યોએ જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જો કે, વૃદ્ધને સારવાર મળે તે પુર્વે જ મૃત્યું નિપજતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. મોડી રાત્રે 11 વાગ્યે ઘટેલી આ ઘટના બાદ આરોપી તુરંત નાશી છુટ્યો હતો. બીજી તરફ આ બનાવને લઇને સીટી એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મૃતકની પત્ની અને આરોપીની માતા મંજુબેને સીટી એ ડીવીઝન પોલીસમાં આઇપીસી કલમ 302 જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કંઇ કામધંધો ન કરતો પુત્ર અવાર-નવાર દારૂ પિતો હોય જેથી કાંઇ કામધંધો કરવા બાબતે મૃતક પિતાએ તેને ઠપકો આપતા ઉશ્કેરાઇ જઇ હત્યા નિપજાવ્યાનું ફરિયાદમાં જાહેર કરાયું છે. આ બનાવ અંગે સીટી એ ડીવીઝન પી.આઇ. ટી.એલ. વાઘેલા સહિતના સ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...