Skip to main content

સિલ્વર લેક જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરશે, જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.90 કરોડ

આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી ટેકનોલોજી રોકાણકાર કંપની પૈકીની એક કંપનીએ જિયો પ્લેટફોર્મ્સની શ્રેષ્ઠ ટેકનોલોજીકલ ક્ષમતાની ફરી પુષ્ટિ કરી

મુંબઈ તા.4
ફેસબુક પછી સિલ્વર લેકએ પણ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ)એ આજે જાહેરાત કરી હતી કે, સિલ્વર લેક જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 5,655.70 કરોડનું રોકાણ કરશે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.90 કરોડ અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 5.15 લાખ કરોડ થઈ જશે. આ સોદો 22 એપ્રિલ, 2020ના રોજ જાહેર થયેલા ફેસબુકના રોકાણના ઇક્વિટી વેલ્યુએશનનાં 12.5 ટકા પ્રીમિયમ પર થશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી કંપની છે. જિયો એની જુદી જુદી ડિજિટલ એપ, ડિજિટલ ઇકોસિસ્ટમ અને ભારતના 1 હાઈ સ્પીડ કનેક્ટિવિટી પ્લેટફોર્મને એકછત હેઠળ લાવીને ભારતમાં ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. 388 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબરને કનેક્ટિવિટી પ્લેટફોર્મની સેવા આપતી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ એ જિયો પ્લેટફોર્મની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે જળવાઈ રહેશે.
સિલ્વર લેકનું આ રોકાણ જિયોએ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ એન્ડ એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ એન્ડ મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન જેવી અગ્રણી ટેકનોલોજીઓથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સ્તરનું ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કર્યાનો વધુ એક પ્રમાણ છે.
જિયો 1.3 અબજ ભારતીયો અને વ્યવસાયોને ડિજિટલ ઇન્ડિયા સાથે સક્ષમ બનાવવાનું વિઝન ધરાવે છે, ખાસ કરીને નાનાં વેપારીઓ, નાના વ્યવસાયો અને ખેડૂતોને. જિયોએ ભારતીય ડિજિટલ સર્વિસીસ સેગમેન્ટમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજીમાં લીડર બનવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. જિયો દુનિયામાં ભારતને અગ્રણી ડિજિટલ અર્થતંત્રોમાં સ્થાન અપાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
સિલ્વર લેકના રોકાણ વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મને તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમની વૃદ્ધિને વેગ આપવા અને એને પરિવર્તિત કરવા કિંમતી પાર્ટનર તરીકે સિલ્વર લેકને આવકાર આપવાની ખુશી છે. સિલ્વર લેક આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની ટેકનોલોજી કંપનીઓમાં કિંમતી પાર્ટનર હોવાનો ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવે છે. સિલ્વર લેક ટેકનોલોજી અને ફાઇનાન્સમાં સૌથી વધુ વિશ્વસનિય રોકાણકાર પાર્ટનર પૈકીની એક છે. અમને એના આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી પાર્ટનર્સ પાસેથી ભારતીય ડિજિટલ સોસાયટીના પરિવર્તનને આગળ વધારે એવી ઉપયોગી જાણકારીઓનો લાભ મળશે.
જ્યારે દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં કોવિડ-19 રોગચાળાને કારણે અર્થતંત્ર પર માઠી અસર થઈ છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય સ્તરની સૌથી વધુ જાણીતી ટેકનોલોજી રોકાણકાર કંપનીઓ પૈકીની એક સિલ્વર લેકની જિયો સાથેની પાર્ટનરશિપ ભારત માટે સવિશેષ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય અર્થતંત્રને નવેસરથી બેઠું કરવા વિસ્તૃત ડિજિટાઇઝેશન મહત્ત્વપૂર્ણ પરિબળ બની જશે. રિલાયન્સ જિયો દેશમાં કોઈ પણ નાગરિક નવી તકોથી વંચિત ન રહેવો જોઈએ એવું દ્રઢપણે માને છે, જેમાં નવી રોજગારી અને નવા વ્યવસાયો સામેલ છે.
આ રોકાણ વિશે સિલ્વર લેકના કો-સીઇઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રી એગોન ડર્બને કહ્યું હતું કે, જિયો પ્લેટફોર્મ્સ વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કંપનીઓ પૈકીની એક છે. કંપની મજબૂત અને ઉદ્યોગસાહસિકતાનો અભિગમ ધરાવતી ટીમ સાથે સતત આગેકૂચ કરી રહી છે, જેનું વિઝન ભારતીય સમાજનું ડિજિટલ સોસાયટીમાં પરિવર્તન કરવાનું છે. જિયોએ બહોળા ઉપભોક્તા વર્ગ અને મોટી સંખ્યામાં નાનાં વેપારીઓને ઓછા ખર્ચે ડિજિટલ સેવાઓ આપવા પાવરફૂલ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જે માટે જિયો અસાધારણ એન્જિનીયરિંગ ક્ષમતા ધરાવે છે. વળી ભારતીય બજાર પ્રચૂર સંભવિતતા ધરાવે છે. અમને મુકેશ અંબાણી અને ટીમ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. અમે રિલાયન્સ અને જિયોને જિયો મિશનને આગળ વધારવામાં મદદ કરીશું.
અંદાજે 40 અબજ ડોલરની સંયુક્ત એસેટ અંડર મેનેજમેન્ટ અને પ્રતિબદ્ધ મૂડી તથા વિશ્વની ટોચની ટેક અને ટેક-અનેબલ્ડ તકો સાથે સિલ્વર લેક મોટા પાયે ટેકનોલોજી રોકાણ કરવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર છે. એનું મિશન આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાયુક્ત અને વિશ્વસનિય મેનેજમેન્ટ ટીમો સાથે પાર્ટનરશિપ કરીને શ્રેષ્ઠ, અસરકારક અને સાતત્યપૂર્ણ કામગીરી ધરાવતા અગ્રણી કંપનીઓનું નિર્માણ કરવાનું છે. એનું રોકાણ એરબીએનબી, અલીબાબા, આન્ટ ફાઇનાન્સિયલ, આલ્ફાબેટ્સ વેરિલી અને વેમો યુનિટ્સ, ડેલ ટેકનોલોજીસ, ટ્વિટર અને વિશ્વની અન્ય અનેક ટેકનોલોજી અગ્રણી કંપનીઓમાં છે.
આ સોદો નિયમનકારક અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે.
આ સોદામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી અને કાયદાકીય સલાહકારો એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...