Skip to main content

અમદાવાદ મોકલાયેલા જામનગરના 24 માંથી બે તબીબોને કોરોના પોઝીટીવ



એક સપ્તાહ પહેલાં એમ.પી.શાહ મેડીકલ કોલેજના મેડીસીન અને એનેસ્થેશિયા વિભાગના 18 તબીબી છાત્રો અને 6 ડોક્ટરોને ડેપ્યુટેશન ઉપર મોકલાયા હતાં: બે નો રિપોર્ટ પોઝીટીવ અને ત્રણના સેમ્પલના રિપોર્ટની જોવાતી રાહ
 જામનગર તા.7
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાંથી કુલ 24 જેટલા ડોક્ટર અને રેસીડેન્ટ ડોક્ટરને ડેપ્યુટેશન ઉપર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ ઉપર મોકલવામાં આવ્યા બાદ ત્યાં કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન તબિયતમાં થોડી ગડબડ જણાતા પાંચ તબીબોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ પાંચ પૈકી બે તબીબનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યારે અન્ય ત્રણના સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગ અને એનેસ્થેશિયા વિભાગમાં ફરજ બજાવતા 18 તબીબી છાત્રો કે જેઓ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. તેઓને એક સપ્તાહ પહેલાં આરોગ્ય કમિશનરના આદેશથી જામનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન ઉપર મોકલવામાં આવ્યા હતાં. ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ધરાવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહેલાં જામનગરના તબીબી સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ શરૂ થતાં તબીબી આલમ ઉપરાંત તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે.
અમદાવાદ ફરજ બજાવવા ગયેલા તબીબોમાંથી અમુકને કોરોના પોઝીટીવ હોવાની માહિતી મળતા આ અંગે જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ડીન ડો.નંદિનીબેન દેસાઇનો સાંજ સમાચારે સંપર્ક કરતા તેઓએ આ માહિતીને સમર્થન આપતા જણાવ્યું હતું કે, જામનગરથી ગયેલાં કુલ 24 તબીબોની ટીમ પૈકી પાંચ ડોક્ટરોને સામાન્ય હોવાનો અહેસાસ ન થતાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ પૈકી ડો.જીલ પટેલ અને ડો.કેતન મકવાણાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જ્યારે તેમની ટીમમાં રહેલાં અન્ય ત્રણ ડોક્ટરો કીંજલ નારિયા, ડો.પ્રિયંક બત્રા અને ડો.રાજૂ હુણ નો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. આથી આ ત્રણને શંકાસ્પદ દર્દી તરીકે હાલ ગણાવાય રહ્યાં છે.
વધુમાં મળતી વિગત અનુસાર જામનગરના ઉપરોક્ત પાંચેય તબીબોને સરકારની ગાઇડલાઇન મુજબની સુવિધા અને તકેદારી હેઠળ અમદાવાદની એક લકઝયુરીયસ હોટેલ કે જે ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે સરકારે રિક્વીઝેટ કરેલ છે ત્યાં રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિએ બે પોઝીટીવ સહિત પાંચેય ડોક્ટરોની તબિયત ભયમુક્ત જણાય છે અને તેઓ રૂટીન મુજબની વર્તુણૂંક કરી રહ્યાં છે. જો કે તેઓને ગઇકાલથી ફરજમુક્ત કરી ક્વોરેન્ટાઇન કરાયા છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.