Skip to main content

જામનગરના 1.97 લાખ પરમીટ ધારકોને નિ:શુલ્ક અનાજ અપાશે

મે માસ માટેના જથ્થાનું આજથી વિતરણ શરૂ: જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ:  લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, સાધનસંપન્ન પરિવારો જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી ફરી સમાજ સેવકની ભૂમિકા નિભાવે



જામનગર તા.7
કોવિડ-19નોવેલ કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા તા. 13 એપ્રિલ થી નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ-1 કાર્ડધારકોને વિનામૂલ્યે 10કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કીલો ચણા કે ચણાની દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેના બીજા તબક્કા રૂપે મે માસ માટે પણ આવતીકાલથી જામનગર જિલ્લાના કુલ 1,97,674એ.પી.એલ.-1નોન એન.એફ.એસ.એકાર્ડધારકો છે,કે જે પૈકી જામનગર શહેરમાં જ 84,699એ.પી.એલ-1 રેશનકાર્ડધારકો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1,12,975 કાર્ડધારકો છે તેમને આગામી દિવસોમાં અન્નનો પુરો જથ્થો મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાન પર અનાજનું વિતરણ કરવામાં આવશે. કાર્ડધારકોએ દુકાન પર પોતાનો જથ્થો મેળવવા જતાં સમયે રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ રાખવું ફરજીયાત છે, તેમજ કાર્ડધારકો પોતે પોતાનો જથ્થો લઈ શકશે, અન્ય વ્યક્તિનો જથ્થો તેમને આપવામાં આવશે નહીં.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આવતીકાલથી સવારે 8:00 થી રાત્રિના 8:00 સુધી વિતરણ કરવામાં આવશે, જેનું 11 મેસુધીમાં વિતરણ પૂર્ણ થશે. જ્યારે જામનગર શહેરમાં આવતીકાલથી વિતરણ શરૂ થશે પરંતુ કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે શહેર વિસ્તારમાં બપોરે2:00 થી રાત્રીના 10:00 કલાક સુધી અન્ન વિતરણ કરવામાં આવશે, જે 11તારીખ સુધીમાં પૂર્ણ થશે.11તારીખ સુધીમાં કાર્ડધારકોએ પોતાનો જથ્થો મેળવી લેવાનો રહેશે.
જામનગર જિલ્લાના નોન એન.એફ.એસ.એએ.પી.એલ-1 કાર્ડધારકોને જામનગરના પુરવઠા અધિકારીશ્રી કેયુર જેઠવાએ અપીલ કરતાં કહ્યું હતું કે, લોકો દુકાન પર પોતાનો જથ્થો મેળવવા જાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં વહીવટી તંત્રને સહકાર આપે અને સલામત અંતર જાળવીને દુકાનો પર ખોટી ભીડ ન કરીને પોતાનો જથ્થો મેળવે. 
પુરવઠા અધિકારીશ્રી જેઠવાએ જામનગરના એપીએલ-1 કાર્ડધારકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, જે નોન એન.એફ.એસ.એએ.પી.એલ.-1 કાર્ડધારકો પોતાની પાસે અનાજનો પર્યાપ્ત જથ્થો ઘરે ધરાવતા હોય તેઓએ અગાઉ જામનગર શહેર પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી સમજીને અન્ય જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરેલ હતો. સાધનસંપન્ન પરિવારો જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી ફરી સમાજ સેવકની ભૂમિકા નિભાવે. અગાઉ જથ્થો જતો કરવા આગળ આવેલા સમાજ સેવકોની જેમ જ આ સમયે પણ પોતાનો જથ્થો જતો કરનાર સમાજ શ્રેષ્ઠીઓને તંત્ર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી નવાજવામાં આવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...