Skip to main content

જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 87 દર્દીના મૃત્યું



જામનગર તા.5

જામનગરમાં એકતરફ કોરોનાના સંક્રમણ માઝા મુકી છે તો બીજી તરફ કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓના ટપોટપ મોત થવાની વણઝાર હજુ પણ ઓછી થવાનું નામ લેતી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન જી.જી. કોવિડ હોસ્પિટલમાં વધુ 87 દર્દીના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.

જામનગરમાં કોરોનાના ટેસ્ટીંગ ઘટાડવા છતાં પોઝીટીવ કેસ ઓછા થવાનું નામ લેતા નથી. ગઇકાલે 728 કેસ નોંધાયા હતાં. જે ચિંતાજનક પોઝીટીવની રેટની ચાડી ખાય છે. છેલ્લા છ દિવસથી દરરોજ સાતસોથી વધુ કેસ નોંધાય છે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુ છે.

જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલના બિછાને મૃત્યુને ભેટેલ દર્દીઓમાં રમેશભાઇ વ્રજલાલ, માનબહાદુર થાપા, પ્રવિણભાઇ આનંદભાઇ ચૌહાણ, ચંદુલાલ મોહનલાલ, દેવરાજ રણછોડભાઇ ચૈહાણ, કેશવભાઇ દામજીભાઇ માંડવિયા, શ્યામસિંહ બદ્રિપ્રસાદ સુર્યવંશી, જયંતીકાબેન વિનોદભાઇ મહેતા, રોશનબેન અજીતભાઇ હેરજા, મંજુબેન રવજીભાઇ ગોહિલ, અશોક જીવરાજભાઇ, મુરીબેન રણછોડભાઇ રાઠોડ, ત્રિકમભાઇ છગનભાઇ કોઠારી, અબુબકર આલમદર લોરૂ, નાથીબેન બાબુભાઇ સાકરિયા, પાલાભાઇ લક્ષ્મણભાઇ વરૂ, ઇકબાલભાઇ, અમરાભાઇ પરમાર, હેમંતભાઇ ભોગાયતા, સામજીભાઇ કરશનભાઇ સોનગ્રા, જીવાભાઇ પ્રેભજીભાઇ પરમાર, હાસમભાઇ હેલિયા, પ્રકાશભાઇ પસવાની, ગંભીરસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, ગુલાબબા સતુભા પરમાર, જોશનાબેન મહેશગીરી ગોસ્વામિનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વિશાલભાઇ ખાંભવા, ડાહીબેન કડીવાડા, મંજુબેન અજયભાઇ, સુરેશભાઇ કાનજીભાઇ ધોલકિયા, લલીતભાઇ નારાયણભાઇ ઠાકુર, શાંતિબેન નથુભાઇ ગગિયા, કાસમ મામદભાઇ, દિલીપભાઇ બાબુભાઇ ઝાલા, વાલીબેન પબાભાઇ બંધિયા, શાંતિલાલ દયાળજીભાઇ, રમેશભાઇ રતનાભાઇ, અવલબેન જીવરાજભાઇ, નંદુબા નવલસિંહ જાડેજા, લક્ષ્મીબેન જેન્તીભાઇ વાઘેલા, ભનુભાઇ ભીખાભાઇ, નિલમબેન રાહુલભાઇ, લીલાવંતીબેન મનોહરભાઇ વાઘેલા, જાનાબેન જગદીશભાઇ વરૂ, મહેબુબભાઇ ખીમજીભાઇ મનસુરી, પુષ્પાબેન બાબુલાલ ગોહિલ, નર્મદાબેન કરશનભાઇ, કાંતાબેન શામજીભાઇ, છોટાલાલ ડાયાલાલ નાગડા, રવજીભાઇ પિપડીયા, મૂળજી લખુભાઇ રાઠોડ, લલીતભાઇ કનખરા, વલ્લભભાઇ, સુરજબા રામસંઘ પરમાર, હનીફભાઇ રજીયા, ભગવાનજી રામજીભાઇ ખાંટ, રાજેન્દ્રસિંહ હરૂભા જાડેજાનો સમાવેશ થાય છે.

પરષોત્તમભાઇ વસોયા, રોહીત હસમુખભાઇ ક્કડ, રાણાભાઇ વજાભાઇ ઓડીચા, મંજુલાબેન રમણીકભાઇ જગતીયા, દિપકભાઇ વલ્લભભાઇ લુક્કા, લક્ષ્મીબેન જીવાભાઇ સોલંકી, મોહનભાઇ દેવશીભાઇ, દિપકભાઇ બાબુભાઇ કારીયા, કુલીબેન રમેશભાઇ કણઝારીયા, મોતીબેન ભીખાભાઇ વાણીયા, મિતેષભાઇ કાળુભાઇ વાઘેલા, કાનજીભાઇ હમીરભાઇ ધામેચા, રાધાબેન રણમલભાઇ ડાંગર, ભીખાભાઇ કાનાભાઇ બંધીયા, ભગવાનજીભાઇ સોમાભાઇ સોલંકી, રાજેન્દ્રસિંહ વાળા, જેઠીબેન મુળુભાઇ ચંદ્રવડિયા, કાન્તીલાલ પરમાર, બટુકભાઇ વેલજીભાઇ સાકરીયા, મધુબેન કિશનભાઇ, નાનજીભાઇ મેસુરભાઇ સોલંકી, નરશીભાઇ ગોરધનભાઇ, શ્યામજીભાઇ શર્મા, ભાવનાબેન દિલીપભાઇ કુંડલીયા, જયેશભાઇનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.