જામનગર શહેરમાં 2219 લોકોના ટેસ્ટીંગમાં 398 અને ગ્રામ્યમાં 1993ના ટેસ્ટમાં 339નો રિર્પોટ કોરોના પોઝીટીવ: શહેરના 304 અને ગ્રામ્યના 221 દર્દી થયા સ્વસ્થ: ગઇકાલે સત્તાવાર રીતે શહેરના 8 અને ગ્રામ્યના 6 દર્દીના મૃત્યુંને પગલે સરકારી ચોપડે કોરોનાનો કુલ મૃત્યુંઆંક 222
જામનગર તા.6
જામનગરમાં 700 થી વધુ કોરોના કેસ છેલ્લા એક સપ્તાહથી દરરોજ નોંધાઇ રહ્યાં છે. ગઇકાલે પણ 737 નવા કેસ નોંધાવાના સામે 525 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતાં. સત્તાવાર રીતે ગઇકાલે 14 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયાનું જાહેર કરાયું હતું. જેને પગલે કુલ સત્તાવાર મૃત્યુંઆંક 222 થયો છે.
જામનગર શહેરમાં ગઇકાલે 2219 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગઇકાલે ફરી એક વખત ટેસ્ટીંગનો આંક ઘટાડી દેવાયો હતો. આમ છતાં 398 લોકો કોરોના સંક્રમિત હોવાનો રિર્પોટ આવ્યો હતો. આ સામે 304 દર્દીઓ કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા હતા. શહેરના આઠ દર્દીઓના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું હતું.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઇકાલે કોરોનાના ટેસ્ટીંગની માત્રા ઘટાડવામાં આવી હતી અને 1493 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમ છતાં આ પૈકી 339 દર્દી ગઇકાલે પોઝીટીવ નોંધાયા હતાં. આ સામે ગ્રામ્યમાં ગઇકાલે 221 દર્દી સ્વસ્થ થયા હતાં. ગ્રામ્યના છ દર્દી ગઇકાલે કોરોનાને લીધે મૃત્યું પામ્યાનું અરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયું હતું.
જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને ગઇકાલે કુલ 3,712 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 737 લોકો કોરોના સંક્રમિત નોંધાયા હતાં. આ સામે ગઇકાલે પણ 525 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલે કુલ 14 દર્દીના કોરોનાથી મૃત્યું નિપજ્યા હતાં.
જામનગર શહેરમાં ગઇકાલ સુધીમાં કુલ 3,42,532 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે જામનગર ગ્રામ્યમાં થયેલ કોરોના ટેસ્ટનો કુલ આંક 2,55,731 થયો હતો. આમ શહેર-જિલ્લાના મળીને કુલ 5,98,263 કોરોના ટેસ્ટ થયા હતાં. આ પૈકી 24,000 થી વધુ લોકો કોરોના સંક્રમિત મળ્યાં હતાં. જામનગર શહેરના 126 અને ગ્રામ્યના 96 દર્દીના કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યું થયાનું સત્તાવાર જણાવાયું છે. છેલ્લા 7 દિવસથી જામનગર વિસ્તારમાં કોરોનાના 700 થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.
Comments
Post a Comment