જામનગર તા.1
જામનગરમાં 24 કલાકમાં રેકર્ડબ્રેક 748 પોઝીટીવ કેસ નોંધાયાને પગલે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પૈકી 92 દર્દીઓ હોસ્પિટલના બિછાને જીંદગીનો જંગ હારી ગયા હતાં.
જામનગરમાં કોરોનાના કેસ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નોંધાઇ રહ્યા છે. રાજ્યામાં ગઇકાલે જામનગર કેસની બાબતે ચોથા ક્રમે હતું. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દી દરરોજ મોતને ભેટી રહ્યા હોવાથી આરોગ્ય અને વહિવટી તંત્ર ધંધે લાગ્યુ છે. દર્દીઓના ટપોટપ થતાં મૃત્યુમાં એક કારણ ઓકસીજનની સપ્લાયમાં પડતો વિક્ષેપ પણ છે પરંતુ સરકારની આબરૂ ઢાંકવા માટે તંત્ર આ વાત સ્વિકારવા તૈયાર થતુ નથી. ઉલ્ટાનું મિડિયા રીપોર્ટ પછી લોકોને ઉંધા ચશ્મા પહેરાવવા બાલીસ બચાવ પણ કરે છે. તેઓ ગમે તેટલો બચાવ કરે પરંતુ સભ્ય તો દર્દીના સગાઓ ખુલ્લેઆમ બોલવા લાગ્યા છે.
જામનગરમાં ગઇકાલે શહેર-ગ્રામ્યમાં મળીને કોરોનાના 748 કેસ નોંધાયા હતા અને 618 દર્દી સ્વસ્થ થયા હતા જ્યારે કમનશીબે ગઇકાલ બપોરના 12થી આજે બપોરના 12 વાગ્યા સુેધીના 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં 92 દર્દીઓ સારવાર કારગત ન નિવડતા મોતને ભેટયા છે.
Comments
Post a Comment