જામનગર તા.10: જામનગર નજીક હાપા યાર્ડમાં વહેલી સવારથી જ શાકભાજી માટેની હરરાજીની પ્રક્રિયા શરૂ થાય છે. આ હરરાજીમાં શાકભાજી વેચવા આવનાર ખેડૂતો વેપારીઓ અને ગ્રાહકો માસ્ક પહેર્યા વગરના જ આવે છે. તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમનો પણ ભંગ થતા હોવાના દ્રશ્યો સર્જાઇ છે ત્યારે સરકારી તંત્ર દ્વારા આ અંગે જાગૃતતા રાખવામાં આવે તે જરૂરી છે.
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારથી જ શાકભાજીની હરરાજીની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. આ હરરાજીમાં શાકભાજી વેચવા માટે થઇને ખેડૂતો આવતા હોય છે. તેમજ ખરીદ કરવા માટે થઇને અનેક વેપારીઓ અને ગ્રાહકો પણ આવે છે. પરંતુ આ તમામ ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો કોરોનાના નિયમની અમલવારી કરતા નથી. એટલે કે મ્હોં ઉપર માસ્ક બાંધતા નથી. સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. આવા દ્રશ્યો દૈનિક બન્યા છે. જેને લીધે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ હોવાનું પણ ચર્ચાઇ છે.
જામનગરના સુભાષ શાક માર્કેટમાં પણ સોશ્યલ ડિસ્ટન્સની અમલવારી અને મ્હોં ઉપર માસ્ક પહેરવાનું જાણે ભુલાઇ ગયું હોય તેવુ લાગી રહ્યું છે. આ જ રીતે શહેરના જુદા-જુદા વિસ્તારમાં જયાં શાક માર્કેટ ભરવામાં આવે છે તેવા તમામ સ્થળો ઉપર પણ આવા સરકારની ગાઇડલાઇનના ધજાગરા ઉડતા હોય તેવી સ્થિતિ છે. જેને લીધે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપી વધી રહ્યું છે. કારણ કે, શાકભાજીના વેપારીઓ મ્હોં ઉપર માસ્ક પહેરવાના બદલે ગળામાં રૂમાલ પહેરીને જ માત્ર શો ખાતર પહેરેલા જોવા મળે છે. આવા તમામ સ્થળો ઉપર જયાં શાક માર્કેટો ભરાઇ છે. તેવા સ્થળો ઉપર જઇને તંત્ર દ્વારા મૌન સેવાના બદલે કાયદાની અમલવારી કરાવી જરૂરી છે. કારણ કે, ઘણા લાંબા સમય પહેલા કોરોનાના સંદર્ભે કોરોનાના એન્ટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે હાલની કોરોનાની સંક્રમણી સ્થિતિમાં તો જામનગર શહેરના શાક માર્કેટ જે-તે સ્થળે ભરાઇ છે તે સ્થળ સુપર સ્પ્રેડર જેવા ભયજનક બનતા જાય છે.
Comments
Post a Comment