જામનગર તા.8:
જામનગરમાં ગઇ રાતથી કફર્યુનો અમલ શરૂ થયો હતો. રાત્રે 8 વાગ્યાથી અમલ શરૂ થાય તે પહેલાના અર્ધો કલાક અગાઉથી જ દુકાનદારો-ઓફિસવાળાઓએ શટર પાડી ઘરનો રસ્તો પકડતા શહેરના અનેક માર્ગો ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.
કોરોનાકાળના પ્રથમ તબક્કામાં લોકડાઉનનો અનુભવ જામનગરવાસીઓએ કર્યો હતો. કોરોનાની બીજી લહેરે આગલી લહેરને ઓછી ખરાબ સાબિત કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ વધતા હાઇકોર્ટની ફટકાર પછી રાજય સરકારે 20 શહેરોમાં રાત્રી કફર્યુની જાહેરાત કરી હતી.
રાત્રી કફર્યુનો ગઇકાલે પ્રથમ વખત કોરોનાકાળમાં જામનગરવાસીઓએ નઝારો જોયો હતો. રાત્રે 8 વાગ્યાથી અમલમાં આવનાર રાત્રી કફર્યુની જાહેરાતને પગલે ગઇકાલે પ્રથમ દિવસ હોય પોલીસ શું વલણ અપનાવે છે તેનો તાગ ન મળતો હોવાથી લોકોએ સ્વૈચ્છાએ જ અર્ધો કલાક અગાઉ પોતાના ધંધા-નોકરીના સ્થળેથી ઘર તરફ પ્રયાણ શરૂ કરી દિધુ હતું. એક સાથે હજારો લોકો ઘર તરફ રોજીંદા સમય કરતા ઘણાં વહેલા જવા નિકળતા કેટલાય માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બેડી ગેઇટ, અંબર ચોકડીથી ડી.કે.વી સર્કલ, એસ.ટી.રોડ, રણજીત રોડ વિગેરે માર્ગો ઉપર વાહનોની કતારો લાગી હતી. આમ રાત્રી કફર્યુના અમલને લઇને લોકોમાં સર્જાયો જોવા મળ્યો હતો.


Comments
Post a Comment