જામનગર તા. 14
જામનગરમાં કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યોં છે. ત્યારે આ રોગની સારવાર માટે જરૂરી રેમડેસીવર ઈન્જેકશન અને ફેબીફલૂની ગોળી (ટેબ્લેટ) જામનગરની બજારમાં ઉપલબ્ધ નથી. પરિણામે દર્દીઓની હાલત કફોડી બની રહી છે. જામનગરમાં કોરોનાના દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ નેતાઓએ જામનગરની પ્રજાને રામ ભરોસે છોડી દિધી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. તંત્ર પણ આ વાત સ્વીકારે છે. કોરોના સંક્રમિત બનતા દર્દીએ ખાનગી તબીબો પાસે દવા લેવા જાય ત્યારે ફેબીફ્લૂ ગોળી લેવાનું કહેવામાં આવે છે. પરંતુ આ ગોળી જામનગરના એકપણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી. તેવું જ રેમડેસીવર ઈન્જેકશનનું છે. તેનો જથ્થો પણ જામનગરમાં હાજર સ્ટોકમાં નથી. ત્યારે દર્દીઓની હાલત બગડી રહી છે. આ બાબત ગંભીરતાથી લઈ જામનગરમાં નેતાઓ, મંત્રીઓ અને વહીવટી તંત્રએ તાકીદે યુદ્ધના ધોરણે પગલા લેવા જોઈએ, પરંતુ અફસોસ કે જામનગરની જનતાની કોઈને પડી જ નથી. નેતા ઓ માત્ર ફોટા પડાવી મસમોટી પ્રસિદ્ધિ મેળવી રહ્યાં છે. જ્યારે નગરજનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
Comments
Post a Comment