જામનગર તા.14
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને લઇને કોરોના બેકાબુ બન્યો છે. આ કોરોનાને કાબુમાં લેવા માટે ગત વર્ષની સરખમાણીમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતુ નથી. જો કે સ્વૈચ્છીક સંસ્થાઓ, ગામડાઓ અને વિવિધ વેપારી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ ટ્રાન્સપોર્ટ એસોશિએશન સ્વયંમભૂ બંધ પાડીને કોરોનાની ચેઇન તોડવા માટે આગળ આવી રહ્યું છે ત્યારે જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શહેરના જુદા-જુદા એસોશિએશનના પ્રમુખો દ્વારા આજે પત્રકાર પરીષદ યોજીને જામનગર આગામી તા.17,18 અને 19 શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસનું સ્વયંભૂ બંધ પાડવાની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોશિએશનના પ્રમુખ જીતુભાઇ લાલ, જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના, જામનગર ફેકટરી ઓનર્સ એસોશિએશના પ્રમુખ લાખાભાઇ કેશવાલા દ્વારા સંયુકત રીતે જામનગરના વેપારીઓ, ઉદ્યોગકારો, ટ્રાન્સપોર્ટ એસોશિએશન સ્વયંભૂ ત્રણ દિવસ બંધમાં જોડાવા અપીલ કરી છે.
જામનગર શહેર અને જીલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા સરકાર કરે કે ના કરે પણ હવે વેપારીઓ, ગ્રામજનો, સંસ્થાઓ વગેરે આગળ આવી રહ્યા છે અને સ્વયંભુ બંધ પાડી કોરોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં પણ કોરોનાની ચેઈન તોડવા માટે આગામી શુકવાર શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય વેપારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે, આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિયેસન પ્રમુખ જીતુભાઈ લાલ, વેપારી મહામંડળ પ્રમુખ સુરેશ તન્ના, ફેક્ટરી ઓનર્સ એસોસીયેન પ્રમુખ લાખાભાઈ કેશવાલા અને અક્ષતભાઈ વ્યાસે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરીને માહિતી આપતા જણાવ્યું કે આગામી 16 થી 18 એપ્રિલ શુક્રવાર શનિવાર અને રવિવાર જામનગર શહેરના તમામ વ્યાપાર ધંધાઓ સ્વૈછિક બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે સાથે જ લોકો પણ આ બંધને સહકાર આપે તેવી આશા વેપારી આગેવાનો દ્વારા રાખવામાં આવી છે.
જામનગર ગુડઝ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એસોશિએશને પણ ત્રણ દિવસ બંધમાં જોડાવાની જાહેરાત કરતા પ્રમુખ મહાદેવસિંહ રાણાએ જણાવ્યું હતું કે દરેક ટ્રાન્સપોર્ટના સંચાલક ભાઇઓ તેમજ કમિશન એજન્ટો તા.16-17 અને 18 ત્રણ દિવસ સ્વૈચ્છાએ બંધમાં જોડાશે અને દરેક ટ્રાન્સપોર્ટ બુકીંગ ઓફિસો પણ બંધ રાખશે અને ઓફિસ સ્ટાફ સહિત તમામ લોકો કોવિડના વાયરસની ચેઇન તોડવા માટે પોતાના ઘરે રહી અને સહકાર આપશે. આ મહામારીમાં દરેક ટ્રાન્સપોર્ટ કંપની પણ સહયોગ આપે તેવી અપીલ કરાઇ છે.
Comments
Post a Comment