જામનગર જિલ્લા બહારના 30 જેટલા મૃત્તદેહોને તેમના ગામ મોકલાયા
જામનગર તા.12
જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાક દરમિયાન 70 થી વધુ દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ મૃત્તકોમાં એલ.આઇ.સી.ના એક કર્મચારી, એક નિવૃત્તા બેંક મેનેજરનો સમાવેશ થાય છે. જો કે બહારગામના 30થી વધુ મૃત્તકોની બોડી તેમના ગામ લઇ જવામાં આવી હતી. જ્યારે ત્રણ મુસ્લિમ મૃત્તકોની અંતિમવિધી તેની જમાતના કબ્રસ્તાનમાં કરાઇ હતી.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં 40 ટકા જેટલા જામનગર જિલ્લા સિવાયના દર્દીઓ સારવાર માટે દાખલ છે. 250 જેટલા દર્દીઓ હજુ પણ ગંભીર છે. જેમાં 100 જેટલા દર્દીઓ મોરબી અને રાજકોટ જિલ્લાના છે.
શનિવારના બપોરના 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીના છેલ્લા 48 કલાક દરમિયાન જામનગરની કોવિડ હોસ્પિટલમાં 70 થી વધુ દર્દીઓના મૃત્યું થયા હોવાનું જાણવા મળે છે. આ મૃત્તકોમાં પણ 40 થી 45 ટકા દર્દીઓ જામનગર સિવાયના છે.
જામનગરના આદર્શ સ્મશાનગૃહ ખાતે શનિવાર બપોર બાદ જે મૃત્તકોના મૃત્તદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમાં વિજયભાઇ ડાંગરિયા (રે.મોટાવડાળા), ધર્મેશ નિમાવત (રે.મોરબી), ચંદુલાલ મણીલાલ પાંઉ (રે.લાંબા), નિલમબેન ચંદુલાલ ભટ્ટ (રે.જામનગર), નર્મદાબેન મણીલાલ સોલંકી (રે.પોરબંદર), ભારતીબેન બાબુલાલ ધુમલિયા (રે.મોરબી), હિંમતલાલ વિઠ્ઠલદાસ ભોજાણી (રે.મોરબી), રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજા (રે.ધ્રાફા), મુક્તાબેન વલ્લભભાઇ પીઠવા (રે.ઉપલેટા), કમળાબેન લાલજીભાઇ કટેશિયા (રે.મોરબી), જીતેશ જેરામભાઇ ઠુમ્મર (રે.ગોંડલ), પ્રભાત રાણાભાઇ લોખીલ (રે.મોટા થાવરિયા), રઘુવીરસિંહ પંચાણજી જાડેજા (રે.જામનગર), ચેતન અમૃતલાલ માલદે (રે.જામનગર), સુરેશગર ગોસાઇ (રે.જામનગર), દિપક લવજીભાઇ ભોરણિયા (રે.મોરબી), ઘનશ્યામ શાંતિલાલ પંડ્યા (રે.જામનગર), સુરેશકુમાર લાલજીભાઇ પરમાર (રે.જામનગર), રમાબેન કિશોરભાઇ જાની (રે.જાની), સતિષભાઇ રમણીભાઇ ડોડિયા (રે.જામનગર), બાબુભાઇ જેઠાભાઇ હિરાણી (રે.જામનગર) અને જ્યોત્સનાબેન ભગવાનજીભાઇ મેંદપરા (રે.પીઠડ, જોડિયા) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ત્રણ મુસ્લિમ દર્દીઓની દફનવિધી સંબંધિત જમાતના કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી. જ્યારે 30થી વધુ દર્દીઓના મૃત્તદેહોને જિલ્લા બહાર તેમના ગામ લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે કેટલાંક મૃત્તકોની અંતિમવિધી હજુ બાકી હોવાનું જાણવા મળે છે.

Comments
Post a Comment