ગઇકાલ બપોરથી આજ બપોરના 24 કલાક દરમિયાન દર બે કલાકે પાંચ દર્દીઓના મોતથી ભારે અરેરાટી
જામનગર તા.13:
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત થયેલા વધુ 67 દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવાનું જાણવા મળે છે. છેલ્લા પાંચ દિવસમાં જ 200થી વધુ દર્દીઓના મૃત્યું નિપજ્યા છે. દર કલાકે બે થી ત્રણ દર્દીઓના સતત થઇ રહેલા મોતને પગલે હોસ્પિટલ પરિસરમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે. હોસ્પિટલથી સ્મશાનગૃહ સુધી મૃતદેહોને લઇને એમ્બ્યુલન્સના સતત ફેરા લાગી રહ્યા છે.
જામનગરમાં 15 માર્ચ પછી કોરોનાની બાબાગાડીએ એકસપ્રેસ ટ્રેનની ગતિ પકડી હતી અને 1 એપ્રિલ પછી બુલેટ ટ્રેનની માફક કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. કોરોનાના કેસની સાથો સાથ કોરોના સંક્રમિત થયેલા દર્દીઓના મૃત્યુંના કિસ્સા પણ વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી જી.જી.કોવિડ હોસ્પિટલમાં નોંધાતા મૃત્યુંના કિસ્સા સૌરાષ્ટ્રની હોસ્પિટલમાં સૌથી વધુ જણાયા છે.
ગઇકાલ બપોરના 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા 67 દર્દીઓએ અંતિમ શ્ર્વાસ ખેચ્યા હતા. છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો કોવિડ હોસ્પિટલમાં 200થી વધુ દર્દીઓના મૃત્યું નિપજતા લોકોમાં તેમજ આરોગ્ય તંત્રમાં ચિંતા ઘેરી બની છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં 40 ટકા જેટલા જામનગર જિલ્લા સિવાયના દર્દીઓ સારવાર માટે દાખલ છે. 250 જેટલા દર્દીઓ હજુ પણ ગંભીર છે. જેમાં 100 જેટલા દર્દીઓ મોરબી અને રાજકોટ જિલ્લાના છે.
ગઇકાલ બપોરથી આજે બપોરના 12:00 વાગ્યા સુધીમાં કોવિડ હોસ્પિટલથી અંતિમવિધી માટે રવાના કરાયેલા મૃત્તકોના મૃત્તદેહોમાં જયંતિભાઇ ખોડાભાઇ રાણપરિયા, નવીનભાઇ ભગવાનજીભાઇ પટેલ, રત્નદિપ ચંદ્રકાંત ભાનુશાળી, જસવંતી કેશવલાલ, અલીઅસગર શબીરભાઇ, નરશીભાઇ કલ્યાણજી સોનગ્રા, વાલાભાઇ જેરામભાઇ સોનગ્રા, કારીબેન હિરાબાઇ, હેમુભાઇ કાનાભાઇ કુણપરા, બીનાબા પ્રદ્યુમનસિંહ જાડેજા, નિશાબેન શૈલેષભાઇ રાણવાડિયા, ઓધવજીભાઇ મગનભાઇ ધારવિયા, હીનાબેન સુરેશભાઇ ગૌડ, નેહાબેન સુરેશભાઇ સીહોરા, ભાનુબેન ભીખાભાઇ પરમાર, કારીબેન માલદેભાઇ સુવા, વલ્લભભાઇ લાખાભાઇ ગોંડલિયા, સાયરાબેન હુશેનભાઇ પીપરવાડિયા, નીમુબેન પીઠાભાઇ ગોજીયા, કંચનબેન છબીલભાઇ વઘાડિયા, પારૂલબેન પ્રકાશભાઇ સંઘાણી, નસીફાબેન શબ્બીરભાઇ ધનકોટ, કુસુમબેન રમેશભાઇ અઘારા, અલ્કાબેન વિજયભાઇ વણઝારા, રામુબેન વલ્લભભાઇ અકબરી, હીરાભાઇ ભીખાભાઇ ઝાપડા, વિજ્યાબેન ખેતસીભાઇ સાગઠિયા, અશોકભાઇ રતિલાલ બારડ, દેલવાડિયા પ્રવિણચંદ્ર વિરજી, એમણાબેન ગનીભાઇ ઉમરેટિયા, જેઠાભાઇ હીરાભાઇ પરમાર, બારડ કેસુરભાઇ માલદેભાઇ, ગોવિંદભાઇ વાલજીભાઇ હડિયલ, ભટ્ટ ભરતકુમાર વનલરામ, ગોહિલ કાંતાબેન જાદવજી, જોષી વાસુદેવભાઇ ઓધવજીભાઇ, વાલીબેન લાલજીભાઇ ગોહિલ, પાનેલિયા લખમણભાઇ સામજીભાઇ, ગીતાબેન ઘનશ્યામભાઇ જાની, ધીરજલાલ નારણભાઇ વોરા, અશ્ર્વિનભાઇ દલીચંદ સંઘવી, અમૃતાબેન સામજીભાઇ સરવૈયા, જાનુબેન મનસુખભાઇ વાણિયા, વલ્લભભાઇ છગનભાઇ ઝાટકિયા, મીસણ મહેશદાન દાદુભાઇ, પીપરિયા શૈલેષભાઇ રામજીભાઇ, મણીબેન કાનજીભાઇ ઢાપા, બાબુભાઇ કાનાભાઇ રંગાણી, મારખીભાઇ એભાભાઇ સુવા, કાન્તાબેન કનખરા, મુકેશભાઇ બાબુભાઇ મહેતા, મનજીભાઇ રણછોડભાઇ નકુમ, પ્રેમજીભાઇ બાબુભાઇ, વિપુલભાઇ લાખાભાઇ બાબરિયા, દુર્ગાબેન દાનાભાઇ, બિપીનભાઇ હસમુખભા આહીરનો સમાવેશ થાય છે. ઉપરોક્ત મૃત્તકોના મોરબી જિલ્લાના 10, રાજકોટ જિલ્લાના 9 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક દર્દીનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત અન્ય 10 દર્દીઓના મૃત્યું નિપજ્યા છે. જેઓના મૃત્તદેહોને તેમના ગામ મોકલવા માટે હોસ્પિટલથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી.
Comments
Post a Comment