સમગ્ર વિશ્વ ની સાથે ભારતમાં પણ કોરોના વાયરસે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આ કપરા સમયની વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલે સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ રશિયાની સ્પુતનિક-5 ને મંજૂરી આપી છે. ભારતમાં હવે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે.
જો સૂત્રોનું માનીએ તો સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જેના આધારે આ મંજૂરી મેળવવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા આજ સાંજ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ કરી શકાય છે.
સ્પૂતનિક-5 દ્વારા ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. આ સંજોગોમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તરફથી સોમવારે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.દેશમાં અત્યારે બે કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વેક્સિન ભારતની ફાર્મા કંપની ડો.રેડ્ડી દ્વારા તૈયાર કરવામાં આવી છે.
Comments
Post a Comment