વ્યકિત પોઝીટીવ છે કે નેગેટીવ: 72 કલાક બાદ જાણ થતા દર્દીની તબીયત લથડવાના બનાવોમાં વધરો
જામનગર તા.12:
જામનગર સહિત રાજયના ખુણે-ખુણે કોરોનાએ રાક્ષસી પંજો પ્રસરાવ્યો છે. કોરોનાના સેક્ધડ વેવમાં સૌરાષ્ટ્રની પરિસ્થિતિ દિવસેને દિવસે અઘરી બનતી જાય છે. હોસ્પિટલમાં બેડની ઘટ, દવાની અછત, મોતના વધતા જતા આંકડાઓ કાળમુખા કોરોનાની કાતિલ સ્થિતિના હજરાહજુર પુરાવા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગરમાં લોકો જાગૃતતા દાખવી મોટી સંખ્યામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે. રોજ 400થી 500 જેટલા સેમ્પલ કલેકશન કરવામાં આવે છે. જામનગરમાં માત્ર સેમ્પલ કલેકશનની જ વ્યવસ્થા છે સેમ્પલ ટેસ્ટની વ્યવસ્થા ન હોવાથી ટેસ્ટ માટે રાજકોટ, અમદાવાદ મોકલવા પડે છે. આથી ટેસ્ટ કરતી લેબમાં ભારણ વધ્યું છે. અને હાલ 60થી 72 કલાક બાદ રિર્પોટ આવી રહ્યા છે. જેથી દર્દીઓની મુશ્કેલીમાં વધારો નોંધાઇ રહ્યો છે.
જામનગર મોરબી, ગોંડલ, ઉપલેટા સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાએ માઝા મુકી છે. રોજે-રોજ રેકોર્ડબ્રેક કેસો આવી રહ્યા છે. આથી આભ ફાટયું હોય ત્યારે થીગડું કયા મારવું તેવી સ્થિતિ જન્મી છે. એકલા જામનગર પંથકમાં જ શનિવાર અને રવિવારના સમયગાળા દરમ્યાન 600થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. જામનગર પંથકમાં કોરોનાએ બેકાસો બોલાવતા લોકોમાં જાગૃતતા આવી છે અને ટેસ્ટ કરાવવા લોકો આગળ આવી રહ્યા છે.
જામનગરમાં આશરે 10 જેટલી લેબોરેટરીમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલ લેવાની વ્યવસ્થા છે. જેમાં રૂપિયા 800 લેખે ટેસ્ટ કરી દેવામાં આવે છે. તેવામાં કોરોનાના વધતા સંક્રમણની સ્વજાગૃતતા તથા દર્દીઓ ઉપરાંત ગુજરાત બહાર જવા માંગતા લોકોને આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત હોવાથી જામનગરમાં મોટા પાયે ટેસ્ટ થઇ રહ્યા છે. એક અંદાજ મુજબ જામનગરની ખાનગી લેબમાં રોજ 400થી 500 લોકોના સેમ્પલ કલેકશન કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં માત્ર આર.ટી.પી.સી.આર સેમ્પલ કલેકશનની જ વ્યવસ્થા છે. સેમ્પલને ટેસ્ટીંગ માટે અમદાવાદ અને રાજકોટ મોકલવામાં આવી રહ્યા છે. લગભગ 60 ટકા સેમ્પલ રાજકોટ અને 40 ટકા સેમ્પલ ટેસ્ટીંગ અર્થે અમદાવાદ મોકલાતા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ટેસ્ટીંગની વ્યવસ્થા ન હોવાથી આવા શહેરોના ટેસ્ટ પણ રાજકોટ કરાવવામાં આવી રહ્યા છે. આથી રાજકોટની આરટીપીસીઆર રિર્પોટ કરતી લેબમાં કામનું ભયંકર ભારણ વધ્યું છે.
સૌરાષ્ટ્રના ખુણે-ખુણેથી સેમ્પલો ટેસ્ટીંગ અર્થે આવતા ટેસ્ટીંગ લેબમાં વેયટીંગ શરૂ થયા છે અને રિર્પોટ ટેસ્ટીંગ માટે લાંબો સમય રાહ જોવાનો વારો આવ્યો છે. અગાઉના સમયગાળા દરમ્યાન સવારે સેમ્પલ ટેસ્ટ અર્થે મોકલાયા બાદ તરત જ સાંજે રિર્પોટ આપી દેવામાં આવતો હતો. જેથી પોઝીટીવ રિર્પોટ આવતા દર્દીને તાબડતોબ સારવાર આપવામાં આવતી હતી. હાલની પરિસ્થિતિએ 60 થી 72 કલાક બાદ રિર્પોટ આપવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. લાંબી રાહ જોયા બાદ રિર્પોટ આવતા અમુક ગંભીર દર્દીઓને કણસતી સ્થિતિ વચ્ચે સમય પસાર કરવો પડી રહ્યો છે.તા દર્દીની તબીયત લથડવાના બનાવોમાં વધરો
Comments
Post a Comment