જામનગર તા.9: જામનગરમાં આજ થી લોક ડાઉન સંદભે નવું જાહેરનામું બહાર પાડી વહીવટી પ્રસાસનને સખ્તાઈ ભર્યા પગલા ભરવા માટે મજબુર થવું પડ્યું છે. એક સપ્તાહ દરમિયાન આપવામાં આવેલ છૂટછાટને લઈને કોવીડ સંક્રમણ વધી જતા તંત્રએ આકરા નિયંત્રણો લાદી દીધા છે. બીજી તરફ તોળાઈ રહેલા ખતરાને લઈને જીલ્લા પોલીસ વડા ફરી એ જ રંગમાં આવી ગયા છે અને શહેર જીલ્લામાં જાહેરમાર્ગ પર પસાર થતા દ્વિચક્રી વાહનોમાં માત્ર એક જ ચાલકને પરિવહન માટે મંજુરી આપી છે. સોશિયલ ડીસટન્સ જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજ થી ડબલ કે ત્રિપલ સવારીએ નીકળેલ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
જામનગરમાં આજ થી લોકડાઉનના ત્રીજા તબ્બકામાં કડક નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે. ગઈ કાલે એક જ દિવસમાં 14 પોજીટીવ કેશ અને એક મૃત્યુ થતા તંત્ર હરકતમાં આવ્યું અને કલેકટર દ્વારા મોડી રાત્રે નીયંત્રણ લાદતા બે જાહેરનામાં પ્રસિદ્ધ કરી જિલ્લાની બોર્ડર સીલ કરી દીધી છે. દરમિયાન આજ સવારથી શહેરમાં વાહનવયવહાર રાબેતા મુબજ અને સોશિયલ અંતરના લીરે લીરા ઉડાડતો જોવા મળતા જીલ્લા પોલીસ વડા શરદ સિંધલએ કડક નિયત્રણ મુક્યા છે ખાસ કરીને મોટરસાયકલ પર પસાર થતા ડબલ સવાર નાગરિકોમાં સામજિક અંતરનો સદંતર અભાવ જોવા મળ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા દ્વિ ચક્રી વાહન પર ડબલ સવારી પર ફરી પ્રતિબંધ મુક્યો છે. આજ થી ડબલ સવાર પસાર થતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો એસપીએ નિર્ણય કર્યો છે.
Comments
Post a Comment