જામનગર તા.7
રાજ્યમાં કોરોના સંક્રમણે કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ હવે જામનગર સુધી પહોંચ્યું છે. છેલ્લા ચાર દિવસમાં જામનગરમાં સાત દર્દીઓ નોંધાયા છે. આજે પણ વધુ બે દર્દીઓ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી પ્રસાશન ચિંતામાં મુકાયું છે. જામનગરની 42 વર્ષિય મહિલા અને જામનગર નજીકના મસીતિયા ગામની 25 વર્ષિય મહિલા પોઝીટીવ જાહેર થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. બન્ને દર્દીઓના રહેણાંક સ્થળ અને મહોલ્લાને ક્વોરેન્ટાઇનમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે. આજે જી.જી.હોસ્પિટલમાં 400 ઉપરાંત શંસ્કાપદ દર્દીઓના નમુનાઓનું પરિક્ષણ થયું હતું. બીજી તરફ જામનગરથી અમદાવાદ ફરજમાં ગયેલાં જી.જી.હોસ્પિટલના 24 પૈકી 2 ડોક્ટરો પોઝીટીવ જાહેર થતાં હોસ્પિટલ પ્રશાસન પણ દોડધામમાં મુકાયું છે. આજે અમદાવાદથી પરત આવી રહેલાં ડોક્ટરો માટે લાખાબાવળ ગામે હોમિયોપેથી સેન્ટરમાં ક્વોરેન્ટાઇન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
Comments
Post a Comment