જામનગરના વિપ્ર બંધુઓ ધ્રોલથી જામનગર આવતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા: મૃતકના લગ્ન ચાર માસ પુર્વે જ થયા હતા
![]() |
Late Bhavya Dave |
જામનગર તા.6 :
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના જાંબુડા પાટીયા પાસે ગઇકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના સુમારે પુરઝડપે દોડતા એક ટેન્કરે કારને ઠોકર મારી નિપજાવેલા ગમખ્વાર અકસ્માતમાં મોટા ભાઇની નજર સામે નાના ભાઇનું મૃત્યું નિપજ્યું છે. આ બનાવની જાણ થતાં વિપ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત વિગત જામનગરમાં રણજીતસાગર રોડ પર મયુર ટાઉનશીપમાં રહેતો ભવ્ય નરેન્દ્રભાઈ દવે (24) અને તેનો મોટો ભાઇ યસ દવે (26) ગઇકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં પોતાની જીજે 10 ડી.એ. 3959 નંબરની કારમાં બેસી ધ્રોલ તરફથી જામનગર આવતા હતા ત્યારે જાંબુડા તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે કારને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.અને અકસ્માતમાં કાર રોડ પરથી નીચે ઉતરી બાવળની ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલક ભવ્ય સંજયભાઇ દવે (ઉ.વ.23)ને અને તેના ભાઇ યશ (ઉ.વ.26)ને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ભવ્યનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયું હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલા મૃતકના મોટાભાઈ યશ દવેને ઇજા સાથે 108 નંબર ની એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા મૃતકના પરિવાર જી.જી.હોસ્પિટલ પહોંચ્યો હતો. જયાં માતા-પિતાના આંક્રદથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. જાણવા મળતી વિગત અનુસાર મૃતક ભવ્યના ચાર માસ પુર્વે જ દિપક જગદીશભાઇ (કાકા)કનખરા (રવી ગેસ એજન્સી)ની દિકરી સાથે લગ્ન થયા હતા.લગ્નના ચાર માસ બાદ જ કરુણ ઘટના ઘટી જતાં બન્ને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયા છે. પંચકોશી એ ડીવીઝન પોલીસે આ બનાવ અંગે જીજે-10-એકસ-9014 નંબરના ટોરસ ટ્રક ચાલક સામે આઇપીસી કલમ 289, 337, 304(અ) અને એમવી એકટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Comments
Post a Comment