ઉત્તરપ્રદેશના ગાઝીપુર સ્ટેશન સુધી દોડનારી આ ટ્રેનમાં 1000 થી વધુ શ્રમિકો બેસાડાશે: વહીવટી તંત્ર અને રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાને અપાતો આખરી ઓપ: વધુ મજૂરો માટે 50 જેટલી બસો પણ સ્ટેનડ બાય રખાઇ
જામનગર તા. 6 :
વતન જવા ઇચ્છતા પરપ્રાંતિય શ્રમિકોને લઇને આજે રાત્રે જામનગરથી એક સ્પેશ્યલ ટ્રેન રવાના થનાર હોવાનું જાણવા મળે છે.
પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માટે પ્રતિક્ષામાં છે. જામનગરમાંથી ખાનગી બસોમાં 30 મુસાફરો લેખે અત્યાર સુધીમાં 300 જેટલી બસો રવાના થઇ ચુકી છે એટલે 9 હજાર જેટલા મુસાફરો રવાના થઇ ચુકયા છે અને હજુ ત્રણ હજારથી વધુ મજુરોના નામ પેન્ડીંગ છે. તેમજ નોંધણીનું વેઇટીંગ લંબાતું જાય છે. બસોની વ્યવસ્થામાં પહોંચવું થોડું મુશ્કેલ જણાતા જામનગર જિલ્લા કલેકટર તંત્રે આ માટે રેલવે પાસે સ્પેશ્યલ ટ્રેનની માંગણી કરી હતી. જે મંજુર કરવામાં આવી છે.
આજે રેલવેના સુત્રોએ સાંજ સમાચાર સાથેની ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે લગભગ 1000 થી વધુ મુસાફરો (મજુરો) ને લઇને એક સ્પેશ્યલ ટ્રેન આજે રાત્રે રવાના કરવામાં આવશે. આ માટે જામનગર-હાપા રેલવે સ્ટેશન ખાતે સંબંધિત રેલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને સાંજે 4-30 કલાકથી ફરજમાં હાજર થવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર તંત્ર બપોર સુધીમાં મજુરોની સંખ્યાને ધ્યાને લઇ આ ટ્રેનનું ડેસ્ટીનેશન નકકી થશે. જો કે ઉ.પ્ર.ના મુઝફુરપુર કે ગાજીપુર માટે રવાના થાય તેવી શકયતા વધુ છે.
વધુમાં પ્રાપ્ત વિગત મુજબ 24 કલાકથી વધુની મુસાફરી મુજબ 24 કલાકથી વધુની મુસાફરી હોવાની સરકારની ગાઇડલાઇન મુજબ વતન જઇ રહેલા મજુર પ્રવાસીઓને રેલવે સ્ટેશનથી જ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી ફુડ પેેકેટ અને પાણીની બોટલ આપવામાં આવશે.
Comments
Post a Comment