જિલ્લમાં કુલ પોજીટીવ આંક 29 પર પહોચ્યો: બે બાળ દર્દીઓના થયા છે મોત: છેલ્લા દશ દિવસમાં સતત જ દર્દીઓની સંખ્યામાં ઉછાળો
જામનગર તા.12
કોરોના સંક્રમણને રોકવા માટે વહીવટી પ્રસાસન, આરોગ્ય અને પોલીસ તંત્ર એક થઇ કામગીરી કરી રહ્યું છે. જેના કારણે જ લોકલ સંક્રમણ ખાળી સકાયું છે. પરંતુ ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે જ હાલની પરિસ્થિતિ નિર્માણ પામી છે. હજુ પણ જીલ્લાના બે તાલુકાઓમાં સંક્રમણ ખાળવામાં તંત્ર સફળ રહ્યું છે. હાલની સ્થિતિએ જીલ્લામાં કુલ પોજીટીવ દર્દીઓનો આંક 29 પર પહોચ્યો છે.
કોવીડ-19ના આક્રમણને લઈને વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ચાઈના, સ્પેન, બ્રિટન અને અમેરિકામાં હાહાકાર મચાવનાર આ વૈશ્વિક મહામારીએ હાલ આપણા દેશમાં પણ એટલી જ ખુવારી વેરવા તરફ સંક્રમિત થઇ રહી છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજી વખત દેશમાં લોકડાઉનની અમલવારી હાથ ધરવામાં આવી છે. સતત લોકડાઉનના કારણે જ દેશમાં કોવિદ 19 દર્દીઓની સંખ્યા અન્ય દેશોની સાપેક્ષમાં ખુબ જ ઓછી નોંધાઈ છે. છતાં પણ મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે છે. આપણા રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી રીકવરીનો આકડો વધતા સરકારને થોડી રાહત થઇ છે. બીજી તરફ અમદાવાદનું સંક્રમણ સમગ્ર રાજ્યમાં ફેલાઈ જતા છેલ્લા સપ્તાહમાં પોજીટીવ દર્દીઓની સંખ્યામાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. જામનગરની વાત કરવામાં આવે તો પ્રથમ કેશ દરેડ ગામે પરપ્રાંતીય વસાહતમાં પાંચમી એપ્રિલના રોજ નોંધાયો હતો અને સાતમી એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ વહીવટી, આરોગ્ય અને પોલીસ તેમજ અન્ય શાખાઓ દ્વારા સેનીટાઈઝેશન અને અન્ય જરૂરી કાર્યવાહીના પગલે સંક્રમણ થતું અટક્યું હતું. જે છેક એક મહિના સુધી સારું ચિત્ર રહ્યા બાદ અન્ય જિલ્લાઓની ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને સંક્રમણ શરુ થયું હતું. આ સંક્રમણના કારણે છેલ્લા એક જ સપ્તાહમાં દરરોજ પોજીટીવ દર્દ્રીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. જેમાં ચોથી તારીખના રોજ અમદાવાદથી જામનગર આવી રહેલ ત્રણ મહિલાઓ પોજીટીવ આવ્યા બાદ જે સિલસિલો શરુ થયો છે તે હજુ યથાવત છે. જેમાં પાંચમી મે ના રોજ મુબઈથી આવેલ એક વિદેશી નાગરિક, ત્યારબાદ 6 મેનાં રોજ ચેલા એસઆરપી કેમ્પના જવાન, સાતમી મેના રોજ ધાંચીવાડ અને મસીતીયા ગામની બે મહિલાઓ, ત્યારબાદ આઠમી મે ના રોજ જામજોધપુરના ચાર અને જામનગરની ત્રણ મહિલાઓ સહિત 14 વ્યક્તિઓ પોજીટીવ આવી હતી. ત્યારબાદ નવમીના રોજ જામનગરના બે અને એક ધ્રોલ સહિત ત્રણ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં ધ્રોલના બાળ દર્દી પોજીટીવ જાહેર થયા તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોજીટીવ દર્દીઓનો સિલસિલો ત્યારબાદ પણ ચાલુ જ રહ્યો હતો અને ગઈ કાલે વધુ બે દર્દીઓ પોજીટીવ આવતા અંતે એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યા 28 થઇ છે. આજે પણ જામનગરમાંથી સંખ્યાબંધ દર્દીઓના નમૂનાઓ જીજી હોસ્પિટલમાં પ્રુથકારણ હાથ ધરાયું છે. હાલ જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 26 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક દર્દીઓ દેવભૂમિ દ્વારકા જિલાના હોવાનું સામે આવ્યું છે.
Comments
Post a Comment