જામનગર તા.14
જામનગર જિલ્લામાં અન્ય જિલ્લામાંથી લોકોના આવવાનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને તેને લીધે કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે હવે જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા હોમ ક્વોરેન્ટાઇન થતા લોકોના ઘટના તમામ સભ્યોને ક્વોરેન્ટાઇન થવું પડશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં હવે અન્ય જિલ્લાઓમાંથી સતત લોકો આવી રહ્યાં છે. કોરોનાના કેસની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. વળી આ સ્થિતિમાં બહારથી આવતા લોકો પણ મોટાભાગે સમરસ કે અન્ય ફેસેલીટી સેન્ટર કરતા હોમ ક્વોરેન્ટાઇન થવાનો આગ્રહ રાખતા હોય છે.
હોમ ક્વોરેન્ટાઇનના નિયમનું પાલન બહારથી આવનાર વ્યક્તિ માટે જ હતું પરંતુ તેમાં પણ હવે સ્થાનિક સંક્રમણનું જોખમ વધતું હોવાનું જણાતા જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા હોમ ક્વોરેન્ટાઇન અંગે અગત્યના ફેરફારની સુચના જાહેર કરવામાં આવી છે.
હવે હોમ ક્વોરેન્ટાઇન થનાર વ્યક્તિ ઉપરાંત તે વ્યક્તિ જે (મકાન કે ફ્લેટ)માં રહે છે. તેમાં તેની સાથે રહેતાં તેના ઘરના તમામ સભ્યોએ પણ ક્વોરેન્ટાઇન થવું પડશે અને ક્વોરેન્ટાઇનના નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડશે. એટલે કે બહારથી ભલે એક જ વ્યક્તિ આવી હોય પરંતુ તેની સાથે તેન મકાન (ઘર)માં જેટલી પણ વ્યક્તિ રહેતી હશે તે વધી ક્વોરેન્ટાઇન જ ગણાશે.
આમ આ ફેરફાર કરવા પાછળનો જિલ્લા ક્લેકટરનો આશય એવો હોઇ શકે કે હોમ ક્વોરેન્ટાઇનનો આગ્રહ રાખવાનું પ્રમાણ ઘટી શકે એટલું જ નહીં અતિ આવશ્યક હોય તેવા જ કિસ્સામાં ઘરના લોકો જિલ્લા બહારથી તેના પરિવાર કે કુટુંબના સભ્યને બોલાવશે. જો આમ થશે તો તે જામનગર શહેર અને જિલ્લાના હીતમાં ક્લેકટર દ્વારા લેવાયેલું સારૂં પગલું સાબિત થશે. લોકો જેટલો સહકાર આપશે તેટલો લોકોને જ ફાયદો થશે.
Comments
Post a Comment