જામનગર તા.4:
જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને પણ છુટ મળી જતા આજથી શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલ જી.આઇ.ડી.સી. ફેસ-1ના કારખાના પણ ખુલવા લાગ્યા છે.
જામનગરના જી.આઇ.ડી.સી. ફેસ-3 પાસેની વસાહતમાં એક શ્રમિક પરપ્રાંતિય પરિવારના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ આવતા આ વિસ્તારને સીલ કરી કોરેન્ટાઇન જાહેર કરાયો હતો. લોકડાઉનમાં જામનગર મહાનગરપાલિકાની હદમાં ઉદ્યોગોને પ્રતિબંધિત જાહેર કરાતા જી.આઇ.ડી.સી.ના દરેડ પાસેના ફેસ-2 અને 3 તેમજ શંકર ટેકરીમાં આવેલ ફેસ-1ના કારખાના પણ બંધ થઇ ગયા હતાં.
જામનગર જિલ્લો ગ્રીન ઝોનમાં આવતા સરકારે મહાનગરપાલિકા વિસ્તારમાં પણ કારખાના શરૂ કરવા છુટ આપી હતી. જો કે માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટાઇઝર સહિતની શરતોનું પાલન કરવાનું રહેશે.
Comments
Post a Comment