જામનગરના આદર્શ સમસાનમાં અસ્થીઓના ઢેર લાગી જતા બે રૂમ છલોછલ: એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં આવાગમનની મનાઈ હોવાથી અસ્થીઓનો ભરાવો
(નથુ રામડા)
જામનગર તા. 15: હાલ દેશમાં લોકડાઉન પીરીયડ ચાલી રહ્યો છે. લોકડાઉનના આ ત્રીજા તબ્બકામાં કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે સરકાર એડી ચોટીનું જોર લગાવી કાર્ય કરી રહ્યું છે. નિયંત્રણો અને પ્રતિબંધના આ દોરમાં જનજીવન પર તો અશર જોવા મળી રહી છે. જેમાં સ્વજનોના અસ્થિને પણ લોક ડાઉનનું ગ્રહણ નડી રહ્યું છે. જામનગરના આદર્શ સ્મસાન ખાતે છેલ્લા દોઢ માસ ઉપરાંતથી અંતિમ સંસ્કાર કરવામાં આવેલ સ્વજનોના અસ્થીઓનો ભરવો થઇ ગયો છે. લોક ડાઉનના કારણે જે તે મૃતકના પરિવારજનો અસ્થીનું વિસર્જન કરી શકતા નથી જેના કારણે સમસાન અસ્થીઓથી ઉભરાઈ ગયું છે.
લોકડાઉનની અસર ચોતરફ જોવા મળી રહી છે. જીવિત વ્યક્તિ તો આ નિયંત્રણોથી ઘરમાં જ પુરાઈ રહેવા મજબુર બન્યો છે. તો સાથો સાથે આ જ લોક ડાઉન મૃત વ્યક્તિઓના અંતિમ સંસ્કારમાં પણ બાધારૂપ બન્યો છે. જામનગર ખાતેના પ્રખ્યાત આદર્શ સમસાન મૃતકોના અસ્થીકુંભથી ઉભરાઈ રહ્યું છે. સામાન્ય રીતે જામનગર સ્મસાનમાં અંતિમ સંસ્કાર બાદ મોટાભાગના પરિજનો તેના સ્વજનના અસ્થીકુમ્ભને ચાર ધામ પૈકીના એક એવા પવિત્ર દ્વારકાધામ ખાતે આવેલ ગોમતીમાં વિસર્જિત કરે છે. પરંતુ હાલ જાહેરમાર્ગ પર પરિવહનના નિષેધને લઈને છેલ્લા એક મહિનાથી સ્વર્ગવાસ થયેલ સદગતના અસ્થીઓનો ભરાવો થયો છે. સમસાનની વ્યવસ્થા સંભાળતા વહીવટદારોએ આવા કપરા સમયમાં અસ્થીઓ માટે અન્ય રૂમની વ્યવસ્થા કરી છે. પરતું બંને રૂમ અસ્થીકુંભથી ઉભરાઈ જતા હવે સ્થિતિ નિયંત્રણ બહાર ચાલી ગઈ છે.
પોતાના સદગત પામેલ પરિજનોના અસ્થી વિસર્જિત થવાની વિધિ અટકી જતા અનેક સ્વજનો લાચાર બન્યા છે. સમસાન સંચાલકોએ તો પોતાની ફરજ અદા કરી અસ્થીકુભની દેખરેખ અને સાચવવાની વ્યવસ્થા ઉભી કરી છે. તેની સામે વહીવટી તંત્રએ જે તે સદગતના પરિવારજનોએ આ અસ્થીકુંભનું વિસર્જન કરવાની છૂટ આપવી જોઈએ એમ મૃતકના એક પરિજન રાકેશ રાઠોડે વિનવણી કરી છે.
ગયા મહિના સુધી કોઈને ક્યાં ખબર હતી કે સ્વજનના અસ્થીકુભના વિસર્જન માટે પણ મુશ્કેલી ઉભી થશે ? પરંતુ વૈશ્વિક મહામારીને રોકવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ આચારસહિતાની અમલવારી પણ દરેક નાગરિકની ફરજ છે. આ મહામારી સામેના નિયમોનું પાલન કરવું એ પણ આપણી જ ફરજ છે. ત્યારે અસ્થી વિસર્જન લોક ડાઉન બાદ કરી સકાય એ પણ અસ્થાને છે.
---------------------------------------------------------------------------
છ મહિના સુધી અસ્થીકુમ્ભ સાચવીશું: ટ્રસ્ટી
હાલ વૈશ્વિક મહામારીનો દોર ચાલી રહ્યો છે જેના કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે. સરકાર દ્વારા મુકવામાં આવેલ નીયંત્રણ પણ વ્યાજબી છે. ત્યારે આજ કે કાલ લોક ડાઉનને ઉઠાવી લેવામાં આવશે એ ચોક્કસ બાબત છે. પરતું લોક ડાઉન ઉઠી ગયા બાદ આગામી છ માસ સુધી મૃતકોના અસ્થીકુંભને અહી સમસાન ખાતે સલામત રીતે સાચવી રાખવામાં આવશે. જેથી કરીને કોઈ પણ સ્વજનના પરિવારજનો અહીથી આ સમયગાળામાં અસ્થીકુભ લઇ જઈ સકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે એમ મહાવીર આદર્શ સમસાનના ટ્રસ્ટી દર્શન ઠક્કરે જણાવ્યું છે. છ મહિના બાદ જે અસ્થીકુંભ બાકી રહેશે તે તમામનું દ્વારકા ગોમતીજીમાં સામુહિક વિસર્જન કરવામાં આવશે એમ પણ તેઓએ ઉમેર્યું છે.
Comments
Post a Comment