લીંબુ અને વટાણાના ભાવ રૂા.140એ પહોંચ્યા: ગૃહીણીના બજેટ ઉપર અસર
જામનગર તા.11:
જામનગરમાં કોરોના વાયરસને લઇ શાકભાજીના ભાવમાં ખાસ કરીને લીંબુ,વટાણા અને ગુવારના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેને લઇને ગૃહીણીના બજેટ ઉપર સીધી અસર થઇ છે.
જામનગરમાં કોરોના વાયરસ સંદર્ભે શહેરના જુદા-જુદા વિસ્તારની શાક માર્કેટો બંધ કરાઇ છે ત્યારે છુટક રેંકડીવાળાઓ જુદા-જુદા વિસ્તારમાં શાકભાજીનું વેંચાણ કરી રહ્યા છે. લોકોને વ્યાજબી ભાવે શાકભાજી મળી રહે તે માટે જામનગર જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા યાર્ડના શાકભાજીના ભાવ જાહેર કરવામાં આવે છે ત્યારે આજે જામનગરના યાર્ડ ખાતે વટાણા અને લીંબુના ભાવ રૂા.105 થી રૂા.140 વચ્ચે રહ્યા હતા. જયારે ગુવારનો ભાવ રૂા.75 થી રૂા.100ને આંબી ગયા છે. તેવી જ રીતે અન્ય શાકભાજીના ભાવમાં પણ આજે ઉછાળો આવ્યો છે. આ શાકભાજીના ભાવમાં ઉછાળો આવવાના કારણે ગૃહીણીના બજેટમાં મોટી અસર થઇ છે. હાલના સમયે કોરોના વાયરસ સંદર્ભે લોકો દ્વારા લીલા શાકભાજીની સાથે કઠોળનો પણ ખોરાકમાં ઉપયોગ કરી રહ્યા છે ત્યારે શાકભાજીના ભાવમાં આ રીતે ઉછાળો આવે તે વિચારવા જેવી બાબત છે.
Comments
Post a Comment