જામનગર તા.7
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.
શિક્ષણમંત્રીશ્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી સાથે જ કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ ચણાની ખરીદી વિશેઅન્ય મંત્રીશ્રી સાથે ચર્ચા કરી હતી.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ જામનગરવાસીઓને આયુષ મંત્રાલયના રોગપ્રતિકારકશક્તિ વધારવા માટેના સૂચનો પર ધ્યાન આપવા અને શમશમનવટીનું સેવન કરવા સૂચન કર્યુ હતું.
Comments
Post a Comment