જામનગર તા. 15 :
જામનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાઇરસ સંદર્ભે જિલ્લાના ત્રણ ગામોને કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યા હતાં આ માટે થઇને દુધ અને તબીબી સેવા તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.
જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જામનગર તાલુકાના લાખાબાવળ, અલીયાબાડા ગામો પૈકીના બાડા ગામ તળનો અને કાલાવડ તાલુકાના બામણગામના ગામતળનો વિસ્તાર કોવિડ-19 ક્ધટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ગામોમાં હવે માત્ર દુધ અને તબીબી સેવા સિવાયની તમામ પ્રકારની પ્રવૃતિઓ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકાયો છે. આમ જામનગર જિલ્લામાં કુલ 17 વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર થયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ધ્રોલ તાલુકાના ખારવા, જામજોધપુર તાલુકાના પરડવા અને મેવાસા-આંબરડીગામોનો સમાવેશ થાય છે. આમ હવે જિલ્લામાં કુલ 6 ગામો કન્ટેન્ટમેન્ટ ઝોન બનવા પામ્યા છે. આગામી હુકમ ન થાય ત્યાં સુધી પ્રતિબંધાત્મક હુકમો આ વિસ્તારોમાં ચાલુ રહેશે. જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય જાહેરનામામાં શહેરની જાણીતી એવી 16 હોટલોને પેઇડ કવોરેન્ટાઇન સેન્ટર તરીકે જાહેર કરી છે. આમ શહેર અને આસપાસ મળીને કુલ 19 હોટલો, રીસોર્ટ અત્યાર સુધીમાં પેઇડ કવોરેન્ટાઇન સેન્ટર તરીકે જાહેર થયા છે.
Comments
Post a Comment