એક ગ્રામ રક્ષકદળના જવાનનો પણ સમાવેશ : પરિણિતાને મૃત્યુંની દુષ્પ્રેરણા આપવા બદલ ધરપકડ કરાયેલા આરોપીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રની કાર્યવાહી
જામનગર તા.14 :
કાલાવડના બામણ ગામમાં ભાભીના આપઘાતમાં ધરપકડ બાદ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તે પોઝિટીવ આવ્યો હતો. તેમજ આરોપીના સંપર્કમાં આવતા તે પોઝીટીવ આવેલા 1 એએસઆઇ, 4 પોલીસ કોન્સ્ટેબલ, 1 જીઆરડી જવાનને કોરેન્ટાઇન કરાયા છે.
કાલાવડ તાલુકાના બામણ ગામમાં ગત તા. 10 ના રોજ રેખાબેન (ઉ.વ.28) નામની પરિણિતાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં મોત નિપજ્યું હતું. જે બાદ મૃતક રેખાબેનના કાકાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે રેખાબેનના પતિ નરેન્દ્ર ઉર્ફે લાલો સામતભાઇ ચૌહાણ, દિયર વિજય સામતભાઇ ચૌહાણ, દિયર વિજય સામતભાઇ ચૌહાણ અને કુટુંબીક દિયર વિજયભાઇ દેવશીભાઇ ચૌહાણ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી છે. આ ત્રણેય આરોપીઓને ગઇકાલે કાલાવડ પોલીસે અટક કરીને મેડીકલ ચેકઅપ માટે કવોરેન્ટાઇન સેન્ટર ખાતે રાખ્યા હતાં. તેઓના કોરોનાના રીપોર્ટ કરાવતાં વિજય ચૌહાણનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં અન્ય બે આરોપીઓનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એક આરોપીનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં પોલીસ સ્ટેશનમાં ભારે અફડા-તફડી મચી જવા પામી હતી. આરોગ્યની ટીમ કોરોનાના દર્દી વિજય ચૌહાણને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. જયારે તેની સાથે રહેલા બે આરોપીઓને કાલાવડ સરકારી કવોરેન્ટાઇન સેન્ટર ખાતે કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે કોરોના પોઝીટીવ આરોપીના સંપર્કમાં આવેલા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના 1 એએસઆઇ, 4 પોલીસ કોન્સ્ટેબલ, 1 જીઆરડીના પણ સેમ્પલો લેવામાં આવ્યા છે. જેમાં બે પોલીસ કર્મીના કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ સંપર્કમાં આવેલા 5 પોલીસ અને 1 જીઆરડીઆ જવાનને પણ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
Comments
Post a Comment