વડોદરા.
કોરોના વાઈરસની મહામારીના લોકડાઉનને પગલે વડોદરામાં રાખડીઓ બનાવીને પરિવારમાં આર્થિક મદદરૂપ થતી 5 હજાર જેટલી હિન્દુ-મુસ્લિમ મહિલાઓની રોજગારી ઉપર અસર પડી છે. આ સાથે રાખડીઓના વેપારીઓને પણ આર્થિક ફટકો પડશે. રાખડીઓ બનાવી પરિવારમાં આર્થિક મદદરૂપ થતી મહિલાએ જણાવ્યું હતું કે, રાખડીઓ બનાવવાનું કામ બંધ રહેતા આ વર્ષે ખર્ચના બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઇ જશે.
રાખડીઓ બનાવીને પરિવારમાં આર્થિક મદદરૂપ થતાં શંકુતલાબહેને જણાવ્યું હતું કે, અમે વેપારીની ત્યાંથી રાખડીઓનો સામાન ઘરે લાવીએ છે. અને પરિવારના સભ્યો ભેગા મળીને રાખડીઓ બનાવીએ છે. પરિવારના 3 સભ્યો મળીને અમો મહિને 5થી 6 હજારનું કામ કરતા હતા. પરંતુ, કોરોના વાઈરસના લોકડાઉનના કારણે અમારું રાખડીઓ બનાવવાનું કામ બંધ છે. આ વર્ષે અમારે ખર્ચના બે છેડા ભગા કરવા મુશ્કેલ થઇ જશે.

Comments
Post a Comment