જામનગર તા.15 :
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સરકારી કોવિડ-19 હોસ્પિટલમાંથી ગઇકાલે ત્રણ મહિલા દર્દીઓ સાજા તથા તેઓને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ બે દર્દીઓને આજે બપોરે રજા આપવામાં આવી હતી.
જામનગરમાં 5 એિ5્રલથી 14 મે સુધીના 40 દિવસના સમયગાળા દરમ્યિાન કોરોના પોઝીટીવના કુલ 34 કેસ નોંધાયા છે. આ પૈકી બે બાળ દર્દીના અન્ય તકલીફોને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી મૃત્યું નિપજ્યા હતાં. જયારે અન્ય દર્દીઓની સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, દરેડમાં પ્રથમ કેસ 5 એપ્રિલના રોજ નોંધાયા બાદ 26 દિવસ સુધી કોઇ કેસ નવો નોંધાયો ન હોવાથી તંત્ર વાહકો અને લોકોમાં રાહતની લાગણી હતી. પરંતુ 1 લી મે બાદ કોરોના પોઝીટીવ કેસ સતત બહાર આવવા લાગ્યા હતાં.
જામનગર જિલ્લામાં કોરોનાના પોઝીટીવ અને શંકાસ્પદ મળીને કુલ 28 દર્દીઓ હાલ જી.જી.કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાહેર કરાયું છે. ગઇકાલે 3 મહિલા દર્દીઓને સારી રીકવરી જણાતા અને હરતી-ફરતી થઇ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ મહિલાઓમાં સબાનાબેન, મેઝબીનબેન અને રૂબિનાબેનનો સમાવેશ થાય છે. ત્યારબાદ આજે બપોરે વધુ બે દર્દીઓ સ્વસ્થ જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓને જી.જી.હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ આયુર્વેદ યુનિવર્સિટી ખાતેના સંભાળ કેન્દ્ર ખાતે ક્વોરેન્ટાઇન હેઠળ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અહિં તેઓ 7 થી 10 દિવસ રહેશે.
Comments
Post a Comment