અમદાવાદથી આવેલા અને કવોરેન્ટાઇન થયેલ: જામનગરમાં પ્રવેશ્યા નથી જો કે લોકોમાં ચિંતાનું મોજુ
જામનગર તા.11:જામનગરમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા કુલ આંક 28એ પહોંચ્યો છે. આ બન્ને પોઝીટીવ દર્દીઓ સમરસ હોસ્ટેલમાં જ કવોરેન્ટાઇન કરેલા હોય જામનગર શહેરમાં પ્રવેશ્યા ન હતા. જો કે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પોઝીટીવ કેસ જે વિસ્તારમાંથી નોંધાયા છે. તે વિસ્તારમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં લેબોરેટરી પરીક્ષણમાં આજે વધુ બે કેસ પોઝીટીવ આવ્યા હતા. અત્યાર સુધીમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાના 28 કેસ નોંધાઇ ચુકયા છે. આજે આવેલા બન્ને કેસ પણ અમદાવાદથી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ બન્ને પોઝીટીવ દર્દીઓ સમરસ હોસ્ટેલમાં જ કવોરેન્ટાઇન થયેલા હતા. તે દરમ્યાન જ બન્નેનું પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. જેથી જામનગર શહેરમાં આ બન્ને દર્દીઓ પ્રવેશ્યા નથી. આમ છતા જામનગરમાં પટેલ કોલોની શેરી.નં.10માં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે પટેલ કોલોની શેરી.નં.10માં સી.સી.ડી.સી. ફલેટમાં રહેતા હતા અને તેઓ અમદાવાદ ગયેલ હતા. તેવી જ રીતે રણજીત સાગર રોડ ઉપર મારવાડી વાસમાં રહેતા 35 વર્ષીય પુરૂષનો કેસ પોઝીટીવ આવ્યો છે. આ પોઝીટીવ કેસ ધરાવતા વ્યકિત પણ અમદાવાદ ગયેલ હતા ત્યારબાદ તેઓને સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરાયેલા હતા. તે દરમ્યાન આજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જામનગરમાં પટેલ કોલોની શેરી.નં.10માં રહેતા 63 વર્ષીય પુરૂષનો જે કેસ પોઝીટીવ નોંધાયેલ છે. તે વ્યકિત પણ અમદાવાદ ગયા હતા અને પરત સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન થયેલ. આજે તેઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે સદનશીબે આ બન્ને પોઝીટીવ દર્દીઓ જામનગર શહેરમાં પ્રવેશ્યા નથી. આમ છતા જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા પટેલ કોલોની શેરી.નં.10 અને મારવાડીવાસ વિસ્તારમાં સઘન ઝુંબેશ સફાઇ સહિત દવાનો છુંટકાવ, સેનેટાઇઝની હાથ ધરાઇ છે. જો કે આ વિસ્તારમાં કેસ નોંધાતા જ રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. (તસ્વીર : ધર્મેશ રાવલ/ હિતેષ મકવાણા)
Comments
Post a Comment