ગાંધીનગર :
આજે આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિ દ્વારા ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ નવા કેસ ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં નવા 26 કેસ નોંધાયા છે, અને 22 લોકોના મોત નીપજ્યા છે અને 123 દર્દીઓ સાજા થઈ હોસ્પિટલમાંથી રજા મળી છે. કુલ કેસ 4721 અને અત્યાર સુધી રાજ્યમાં 236 ના મોત થયા છે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, પોલીસ પર થતા હુમલા ગંભીર બાબત છે. આ પ્રકારે પોલીસ પર હુમલા કરવામાં આવશે તો હુમલા કરનાર સામે પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા માટે લોકોનો સહકાર જરૂરી છે. જનતા પૂર્ણ સહકાર કરશે ત્યારે પોલીસ સંપૂર્ણ રીતે સફળ થશે. જો કોઇ લોકડાઉનનો ભંગ કરતુ હોય તો લોકો તેના વિશે માહિતી આપે. પોલીસ ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી નજર રાખી રહી છે. ડ્રોનથી ગઇકાલે 293 અને સીસીટીવીથી 113 ગુના નોંધવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ 23 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
નોંધાયેલ કેસોની વિગત
જિલ્લો : કેસ
અમદાવાદ : 267
બનાસકાંઠા : 1
બોટાદ : 1
ગાંધીનગર : 1
સુરત : 26
વડોદરા : 19
પંચમહાલ : 3
મહીસાગર 6
પાટણ 1
કુલ : 313

Comments
Post a Comment