જામનગર તા.7:
જામનગર સમગ્ર રાજ્યનું આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિનું હબ માનવામાં આવે છે ત્યારે જામનગરમાં કોવિડ-19ના સંક્રમણથી લોકોને બચાવવા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદ ઔષધીઓનો ઉપયોગ અને આયુષ મંત્રાલયના સૂચનોના અમલીકરણ અંગે આજરોજ કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, કલેક્ટરશ્રી રવિશંકર, આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરશ્રી અનુપ ઠાકર સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં રોગપ્રતિકારકશક્તિ વધારતા ઔષધિઓનું જામનગરવાસીઓમાં સેવન વધે તે હેતુથી આગામી દિવસોમાં તંત્ર દ્વારા લોકોને શમશમનવટીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મંત્રીશ્રીઓ દ્વારા આયુષ મંત્રાલયના સુચનો અને આયુર્વેદ પદ્ધતિના ઉપયોગથી લોકોમાં વધુ ને વધુ કોરોના સંક્રમણથી બચવાની શક્તિનું નિર્માણ થાય તે માટે આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી સાથે ચર્ચા કરી ઉકાળા વિતરણ, શમશમનવટીનું વિતરણ વગેરે પગલાંઓ લેવા વિશે આયોજન કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment