Skip to main content

જામનગર જિલ્લામાં એક જ દિવસમાં 14 પોઝીટીવ કેસ નોંધાયા

આજે નોંધાયેલા કેસમાંથી મોટાભાગના કેસમાં જિલ્લા બહારથી આવેલા લોકોનો સમાવેશ: જામનગર જિલ્લામાં તા.17 મે સુધી બહારથી આવનારા માટે પ્રવેશબંધી: નવી પરમીશનો અટકાવવા કાર્યવાહી: આજે સાંજે જાહેર થયેલાં વધુ સાત કેસમાં જામનગર શહેરના ચાર તથા ખારવા, ચેલા અને હડિયાણા ગામે એક-એક કેસ: ખારવા ગામના 11 માસના બાળકનું રિપોર્ટ પોઝીટીવ આવે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું


જામનગર તા.8
જામનગર શહેરમાં આજે કોરોના પોઝીટીવના વધુ ત્રણ કેસ અને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં નવા ચાર પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ સમગ્ર શહેર અને જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. જામનગરના જિલ્લા કલેક્ટરે આ નવા કેસ ધરાવતા સાતેય વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી માત્ર દૂધ અને દવાના વેચાણ સિવાયની તમામ પ્રવૃત્તિને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે તા.17 સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવા ઉપરાંત બીજા જિલ્લામાંથી લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ડિજીટલ પરમીટ ઇશ્યુ કરવાની બંધ કરવા પણ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને જામનગર કલેક્ટરે પત્ર પાઠવ્યો છે.
જામનગર શહેરમાં આજે નવા ત્રણ પોઝીટીવ કેસ તથા જામજોધપુર વિસ્તારમાં ચાર પોઝીટીવ કેસ મળી જિલ્લામાં સાત કેસ આવતા જામનગર જિલ્લામાં પોઝીટીવ કેસનો આંકડો વધીને 15 થયો છે. એક જ દિવસમાં સાત પોઝીટીવ કેસ આવવાને પગલે શહેર અને જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના મંત્રી આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર રવિશંકરે શુક્રવારે સાંજે જિલ્લાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક પૂર્વે જામનગર જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે રાજ્ય સરકારનું પણ અને ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવા પોઝીટીવ કેસવાળા સાત સ્થળોએ એક કિલોમટીરની ત્રિજ્યાના વિસ્તારને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દવા અને મેડીકલ સિવાયની તમામ પ્રવૃત્તિ પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત અન્ય જિલ્લામાંથી લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા અને જામનગર જિલ્લામાં મધરાતથી શરૂ કરી તા.17 મે સુધી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા નક્કી થયું હતું.
આ બેઠક પછી જિલ્લા કલેક્ટર રવિશંકરે ઉપરોક્ત સાતેય કેસના વિસ્તારના એક કિલોમીટરમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. દૂધ અને મેડીકલ સિવાયની તમામ પ્રવૃત્તિને બંધ કરવાનો આદેશ કરાયો છે. અન્ય પ્રવૃત્તિના પાસ પણ ચાલશે નહીં.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં તા.9 થી તા.17 મે સુધી અન્ય જિલ્લામાંથી લોકોને આવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ સંદર્ભે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા રાજ્યના કલેક્ટરોને ડિજીટલ પરમીશન જામનગર જિલ્લાની ઇસ્યુ ન કરવા અથવા ઇમરજન્સી કેસમાં પરમીશન આપતા પહેલાં જામનગર કલેક્ટર તંત્રને જાણ કરવા અપીલ કરતો પત્ર લખ્યો છે.
આજે રાત્રે 8:30 કલાકે વધુ સાત પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવ્યા છે. આ નવા સાત કેસમાં હડિયાણા ગામના 35 વર્ષના પુરૂષ, જામનગર શહેરના ગુલાબનગર રોડ ઉપર આવેલા સત્યસાંઇ નગર વિસ્તારમાં રહેતાં 38 વર્ષના પુરૂષ, રણજીતરોડ વિસ્તારમાં રહેતાં 70 વર્ષના પુરૂષ, દિગ્જામ સર્કલ વિસ્તારમાં રહેતી 27 વર્ષની મહિલા, જામનગરના ચાર વર્ષના એક બાળક તેમજ ચેલા ગામ પાસે આવેલ એસઆરપી કેમ્પમાં રહેતાં 55 વર્ષના પુરૂષનો સમાવેશ થતો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના જણાવ્યા અનુસાર આ નવા સાત પૈકી ઉપરોક્ત છ લોકો જિલ્લા બહારથી આવ્યા હતાં. જ્યારે ધ્રોલ તાલુકાના ખારવા ગામના 11 માસના બાળકનું મૃત્યુ થયું છે. તે બાળકને જન્મથી જ આરોગ્યને લગતી તકલીફ હતી. આમ આજે જામનગર જિલ્લામાં જાહેર થયેલાં 14 પોઝીટી કેસ પૈકી 12 લોકોન ટ્રાવેલ હિસ્ટ્રી છે. આજે સાંજે જાહેર થયેલ તમામ નવા પોઝીટીવ કેસની વ્યક્તિઓ સમરસ હોસ્ટેલ તથા અન્ય સરકારી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હતી. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...