Skip to main content

જામનગરથી મજુરોની ઘર વાપસીનો સીલસીલો યથાવત: આજે વધુ 1 ટ્રેન ઉપડી

બિહારના 1200 મજુરોને લઇ ટ્રેન બલીયા જવા રવાના: 3 દિવસથી ટ્રેનમાં મજુરોને મોકલાઇ રહ્યા છે વતનમાં 



જામનગર તા.8 :
પરપ્રાંતિય મજુરોને બસ ઉપરાંત ટ્રેન મારફત પણ મોકલવાનું જામનગર તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આજે સતત ત્રીજા દિવસે 1200 જેટલા પરપ્રાંતિય મજુરોને લઇને ટ્રેન રવાના કરવામાં આવી હતી.
જામનગર શહેર સહિત જિલ્લામાં 1 લાખથી વધુ પરપ્રાંતિય મજુરો કામ કરી રહ્યા છે. બ્રાસપાર્ટસ સહિતના ઉદ્યોગો ઉપરાંત ખેતી-વાડી ક્ષેત્રે મહદઅંશે તેઓ જોડાયેલા છે. જયારે સોની બજાર, બાંધકામ સહિતના ક્ષેત્રે પણ પરપ્રાંતિય મજુરો નાના પ્રમાણમાં જોવા મળે છે.
41 દિવસથી ચાલતા લોકડાઉનમાં પુરતી જરૂરી વ્યવસ્થા ન હોવાના કારણે અને પૈસા ખુટી પડતા નાછુટકે આ મજુરો વતન જઇ રહ્યા છે.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મધ્યપ્રદેશના વતની 21 હજાર જેટલા મજુરોને સરકારી અને ખાનગી બસોમાં મોકલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતના દાહોદ, ગોધરા વિગેરે વિસ્તારના મજુરોને પણ ક્રમશ: વતન મોકલાઇ રહ્યા છે. અલબત્ત જે મજુરો વતન જવાની માંગણી કરે છે તેઓને જ મોકલવાની વ્યવસ્થા થઇ રહી છે. સરકારની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરવામાં આવતી હોવાનું તંત્રે જાહેર કર્યુ છે.
બુધવારે રાત્રે, ગુરૂવારે બપોરે એક-એક ટ્રેન બિહાર અને મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી. જેમાં કુલ 2400 મજુરોને મોકલવામાં આવ્યા હતાં. આ પછી આજે બપોરે ત્રીજી એક ટ્રેન જામનગરથી બિહારના બલીયા રેલવે સ્ટેશન સુધી જવા રવાના કરવામાં આવી હતી.
તંત્રના જણાવ્યા મુજબ આજે સવારે 9 વાગ્યે જ 1200 જેટલા મજુરોને જામનગર રેલવે સ્ટેશને લઇ જવાની કામગીરી શરૂ થઇ હતી. રેલવે સ્ટેશન ખાતે ફુડ પેકેટ, પાણીની બોટલ, પેપર નેપકીન દરેક મજુરને આપવામાં આવ્યા હતાં. સવારે 11 વાગ્યે તમામ મજુરો ટ્રેનમાં બેસી ગયા હતાં. રેલવે સ્ટેશન ખાતે સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી અંગે પુરતી તકેદારી જળવાય તે માટે સીટી પોલીસ તથા રેલવે પોલીસ, આર.પી.એફ. નો સ્ટાફ પણ તૈનાથ હતો. દરેક મજુરને તેના નિયત કોચમાં જવા રેલવેના ટી.સી. દ્વારા માર્ગદર્શન અપાયું હતું. 1200 મજુરો સાથેની આ ટ્રેન આજે બપોરે જામનગર સ્ટેશનથી રવાના થઇ હતી. જિલ્લા કલેકટર રવિશંકરે સારી વ્યવસ્થા બદલ પોલીસ અને આરોગ્ય તંત્રનો આભાર માન્યો હતો. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...