જામનગર તા.16 જામનગર શહેરમાં આજે એકાએક હવામાનમાં ફરીથી પલટો આવ્યો છે, અને હોળી ધૂળેટીના તહેવાર પહેલાં મોસમે ફરીથી કરવટ બદલી છે. વહેલી સવારે ઝાકળ ભીની સવારના કારણે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતાં વહેલી સવારે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, અને માર્ગોપર પાણી ના રેલા ઉતર્યા હતા. સાથોસાથ એકાએક પવનની તીવ્રતામાં વધારો થયો છે, અને પ્રતિ કલાકના 5.8 કિ.મી.ની ઝડપે બર્ફીલો ઠંડો પવન ફુંકાયો હોવાથી ઠંડી-ગરમી સહિતનું ફરીથી મિશ્ર વાતાવરણ બન્યું છે. જામનગરમાં ગઈકાલે સાંજે સાત વાગ્યાથી એકાએક હવામાન પલટાયું હતું, અને સૂસવાટા મારતો પવન શરૂ થઈ ગયો હતો. તેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મોડી સાંજે પવનની સ્પીડ વધીને પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે થઈ ગઈ હતી, એટલું જ માત્ર નહીં રાત્રિના નવ વાગ્યા પછી એકાએક ભેજનું પ્રમાણ વધી ગયું હતું, અને રાત્રિના સમયે ભેજના કારણે માર્ગો પરથી પાણી ના રેલા ઉતર્યા હતા. આજે વહેલી સવારે ઝાકળ ભીની સવાર થઈ હતી, અને ગાઢ ધુમ્મસ ની ચાદર છવાઇ હોવાથી વાહનચાલકોને ફરીથી લાઈટ ચાલુ રાખીને તેમજ વાઇપર શરૂ કરીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત માર્ગો પર ઝાકળના કારણે પાણીના રેલા ઉતર્યા