Skip to main content

Posts

Showing posts from January, 2021

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, છ ઘવાયા

ઇકો અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત : ફરી વખત ઠેબા ચોકડી પાસેનો માર્ગ રક્તરંજીત જામનગર તા.7 જામનગર નજીકના ઠેબા ચોકડી પાસેના માર્ગ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે. જયારે અન્ય છ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી પોલીસે સ્થળ પર પહોચી બચાવ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર નજીક પખવાડિયા પૂર્વે જામજોધપુર પંથકના ચાર યુવાનોને બોલેરોએ ચગદી નાખ્યાના બનાવની હજુ શાહી સુકાય નથી ત્યાં આ જ સ્થળ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેની વિગત મુજબ, આજે સવારે જામનગર નજીકના બાયપાસ રોડ પર આવેલ ઠેબા ચોકડી પાસે ઇકો અને છકડો રીક્ષા વચ્ચે ટક્કર થવા પામી હતી. જેમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ મૃત્યુ નીપજયા હતા જયારે અન્ય  છ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા તાત્કાલિક 108માં જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. જેમાના ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ બનાવના પગલે ટ્રાફિક જામ થઇ જતા અને લોકોના ટોળા એકત્ર થઇ જતા પંચકોશી પોલીસે સ્થળ પર પહોચી ઘાયલોને હોસ્પિટલ પહોચાડવા અને ટ્રાફિક દુર કરવા સહીતની આગળની કાર્યવાહી હા

બાય બાય 2020, વેલકમ 2021

 જામનગર તા.1 આખરે વસમા બનેલા 2020 ના વર્ષની વિદયા થઇ છે અને નવી આશાઓ સાથેના 2021 ના વર્ષનો આજે પ્રારંભ થયો છે. કોરોનાને કારણે વિશ્ર્વભરમાં સામાજીક, આર્થિક પ્રશ્ર્નોની ભરમાર 2020 ના વર્ષમાં આવી હતી. તેમાં જામનગર શહેર અને જિલ્લો પણ બાકાત નથી. કોરોનાની મહામારીને લીધે લોકોના નાના-મોટા વેપાર-ધંધાને ભારે આર્થિક નુકસાન થયું હતું. અનેક લોકોએ નોકરી ગુમાવી છે. તો હાલારમાં 1000 જેટલા લોકોએ કોરોનાને લીધે જિંદગી ગુમાવતા તેમના પરિવારજનોને મોટી ખોટ પડી છે. કોરોના મહામારીએ જીવન પધ્ધતિને પણ બદલવાની ફરજ પાડી છે. શારીરિક, માનસિક અને આર્થિક રીતે આફત લઇને આવેલ કોરોનાને કારણે 2020 નું વર્ષ વસમું સાબિત થયું અને તેથી લોકો રાહ જોતા હતાં કે 2020 નું વર્ષ હવે જલ્દી જાય તો સારૂં. લોકોને એવી આશા પણ છે કે 2021 નું વર્ષ કોરોનાની નાબુદીનું નિમિત બનશે અને જીવનની રફતાર ફરી પાટા ઉપર પહેલાં જેટલી ગતિએ ચાલશે. આખરે ગઇકાલે ઇ.સ.2020 નો અંતિમ સૂર્યાસ્ત લોકોએ નિહાળ્યો હતો અને આજે ઇ.સ.2021 નો પ્રથમ સૂર્યોદય સૌ માટે સારાવાના કરનાર બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી.