Skip to main content

Posts

Showing posts from May, 2022

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગરના ખેડૂતની જમીન પ્રૌઢે પચાવી પાડયાની પોલીસ ફરિયાદ

વિરપરમાં આવેલી આઠ વીઘા જમીન ઉપર અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્જો : લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા કલેકટરમાં અરજી : પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી  જામનગર શહેરમાં સુમેર કલબ રોડ પરના વિસ્તારમાં રહેતાં ખેડૂત પ્રૌઢની માલિકીની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી આઠ વીઘા ખેતીની જમીન જામનગરના જ શખ્સે છેલ્લાં અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી. પ્રૌઢ દ્વારા અવાર-નવાર જમીન ખાલી કરવા માટે કહેતા ધમકી આપવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે એક શખ્સ વિરુધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગરમાં સુમેર કલબ રોડ પર હાથી કોલોની શેરી નં.1 માં રહેતાં રામજીભાઈ આંબાભાઈ ગઢીયા નામના પટેલ પ્રૌઢની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી 1.29.70 હે.આ. રે. (આઠ વીઘા) ખેતીની જમીન છેલ્લાં અઢી વર્ષથી જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા રસિક ખીમજી ઉર્ફે ખીમા ધાડિયા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી પચાવી પાડી હતી. આ જમીન ખાલી ક

વિજપોલ કામગીરીમાં કેનેડી ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ

અડચણરૂપ થતા શખ્સોએ નુકસાન પહોંચાડયું : પોલીસ દ્વારા કાર્યવાહી ખંભાળિયા  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેટકોના વીજપોલ ઉભા કરવાનું કામ સંભાળતી કંપનીની કામગીરીમાં અડચણરૂપ બનતા જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોના શખ્સો સામે નિયમ મુજબ અવિરત રીતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલ્યાણપુર પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લાના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા એલએન્ડટી કંપનીના પ્રોજેક્ટ મેનેજર પ્રભાકરન લક્ષ્મન પિલ્લાઈ (ઉ.વ. 31) દ્વારા કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પરેશ રણમલ ડાભી, હરીશ શામજી ડાભી અને ફોગા રામજી ડાભી નામના ત્રણ શખ્સો સામે નોંધાવવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી પરેશ રણમલની કબજા ભોગવટાની માલિકીની કેનેડી ગામમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 70 વાળી જમીનમાં જેટકો કંપનીની 400 કે.વી. ડી.સી. વિજલાઈનનો ટાવર આવતો હોવાથી તેને સરકારના નિયમ મુજબનું વળતર નહીં સ્વીકારીને ગેરકાયદેસર રીતે વધુ વળતરની માગણી કરી, આ ત્રણેય આરોપીઓએ વીજ કંપનીના દ્વારા ટાવર ઉભો ન કરી શકે તે માટે ઇરાદાપૂર્વક ઊભા કરેલા વીજટાવરના પાયાના સપોર્ટ માટે બાંધેલા તાણીયા છોડી નાખી