Skip to main content

Posts

Showing posts from August, 2021

જામનગરમાં પોસ્ટના ડબ્બામાં બોમ્બ હોવાની માહિતીથી દોડધામ

કલેકટર કચેરીએ મળેલા પત્રના આધારે બોમ્બ સ્ક્વોર્ડ-એસઓજી સહિતની ટુકડીએ ડબ્બો ખોલાવતાં કશું વાંધાજનક મળ્યું ન હોવાથી હાશકારો: પોલીસે પત્ર લખનારની શોધખળ હાથ ધરી જામનગર તા.18 જામનગરના ડી.કે.વી. સર્કલ વિસ્તારમાં આવેલા એક પોસ્ટના ડબ્બામાં બોમ રખાયો છે, અને ટીક ટીક અવાજ આવી રહ્યો છે. તેવો પત્ર જિલ્લા કલેકટરને મળ્યા પછી પોલીસ તંત્ર દોડતું થયું હતું. એસ.ઓ.જી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સીટી બી ડિવિઝનની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પોસ્ટ નો ડબ્બો ખોલાવી અંદર નિરિક્ષણ કરતાં માત્ર ટપાલો જોવા મળી હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.  જામનગરની જિલ્લા કલેકટર કચેરીમાં એક પત્ર મળ્યો હતો જેમાં ડીકેવી સર્કલ વિસ્તારમાં પોસ્ટ નો ડબ્બો આવેલો છે, જે ડબ્બા ની અંદર બોમ્બ પ્લાન્ટ કરાયો હોય અને તેમાંથી ટીક ટીક અવાજ આવી રહ્યો છે, તેવો ઉલ્લેખ કર્યો હોવાથી જામનગરના પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી.  જેના અનુસંધાને ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં એસઓજીની ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુનાશોધક શ્વાનની ટુકડી, તથા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને સૌ પ્રથમ સમગ્ર વિસ્તારને કોર્

કાબુલથી એરલિફ્ટ કરાયેલ 150 ભારતીયો સાથે વાયુદળનું વિમાન જામનગર આવ્યું

ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત મોનીટરીંગ: વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ જામનગર તા.17 ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11:15  કલાક આસપાસ પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન સી-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીએ